ભારતે પાક.ને ઘંઉ મોકલાવીને પાડોશી ધર્મ નિભાવવો જોઇએઃ આરએસએસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-25 15:06:32
  • Views : 495
  • Modified Date : 2023-02-25 15:06:32

કંગાળ થયેલા પાકિસ્તાનની આર્થિક તંગી બાબતે સંઘે સરકારને પાડોશી ધર્મ નિભાવવા માટેની સલાહ આપી છે. સંઘના સરકાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલે ગુરુવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ દરમિયાન ભારત તેમને 10-20 ટન ઘઉં મોકલી શકે છે. ડો. કૃષ્ણ ગોપાલ ફિલ્મ પ્રોડ્યુસ ઈકબાલ દુર્રાનીના દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે સંઘના ઈન્દ્રેશ કુમાર પણ હાજર હતા.

કૃષ્ણ ગોપાલે કહ્યું- પાકિસ્તાનમાં લોટનો ભાવ 250 રૂપિયે કિલો થઈ ગયો છે. અમને દુઃખ થાય છે. આપણે તેમને લોટ મોકલી શકીએ છીએ. ભારત 25-50 ટન ઘઉં તેમને આપી શકે છે. તેઓ માગી શકતા નથી. ગોપાલે વધુમાં કહ્યું હતું કે 75વર્ષ પહેલાં તેઓ આપણી સાથે જ હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'પાકિસ્તાન આપણી સામે લડતું રહે છે. તેણે ભારત સાથે 4 યુદ્ધ કર્યાં છે. હુમલો પાકિસ્તાન જ કરે છે. તેઓ દિવસ અને રાત આપણું અપમાન કરી રહ્યા છે તોપણ અમે ઈચ્છીએ છીએ કે તેઓ સુખી રહે.'

સહ સરકાર્યવાહકે કહ્યું, 'બંને દેશ વચ્ચેના આ અંતરનો શું ફાયદો? અમે તો ઈચ્છીએ છીએ કે તેમને ત્યાં કોઈ કૂતરો પણ ભૂખ્યો ન રહે. અમે સર્વ ભવન્તુ સુખિનઃ માં વિશ્વાસ રાખતા દેશમાંથી છીએ. પાકિસ્તાન આપણી પાસે માગતું નથી, પણ ભારતે તેને ઘઉં મોકલવા જોઈએ. ભારતની ધરતી પર કોઈપણ વ્યક્તિ ભલે તે જૈન, શીખ, વૈષ્ણવ, આર્ય સમાજ, બધા જ સર્વે ભવંતુ સુખિન: વિના અધૂરા છે.

Download Our B K News Today App



Related News