વિશ્વભરમાં ભારતનું વધતું સન્માન પાપુઆ ન્યૂ ગિની તથા ફીઝીએ સર્વોચ્ચ સન્માનથી PM મોદીને નવાઝ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-22 16:13:12
  • Views : 127
  • Modified Date : 2023-05-22 16:13:12

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાપુઆ ન્યૂ ગિની અને ફીઝીના પ્રવાસે છે. આ દિવસોમાં દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે અને આ પ્રક્રિયા ચાલી રહી છે. પાપુઆ ન્યુ ગિની અને ફિજી બંનેએ PM મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. ફિજીએ PM મોદીને 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' થી સન્માનિત કર્યા છે, જ્યારે યજમાન દેશ પાપુઆ ન્યુ ગિનીએ PM મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ'થી નવાજ્યા છે.

પીએમ મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા છે. આજે તેમણે ત્યાં ત્રીજા ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટમાં હાજરી આપી હતી. પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મરાપે સાથે કોન્ફરન્સની સહ-અધ્યક્ષતા કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જેમ્સ મારાપે ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ શકે છે.

પીએમ મોદીએ પણ મારાપેને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. FIPICની શરૂઆત 2014માં મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીન આ ક્ષેત્રમાં પોતાનો સૈન્ય અને રાજદ્વારી પ્રભાવ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.   

વડાપ્રધાન મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપેને પોતાના સંબોધનમાં કહ્યું, ભારતને તમારા વિકાસ ભાગીદાર હોવાનો ગર્વ છે. માનવતાવાદી સહાય હોય કે તમારો વિકાસ તમે ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ શકો છો અને વિશ્વાસ કરી શકો છો. અમે અમારા અનુભવ અને ક્ષમતાઓ તમારી સાથે કોઈપણ ખચકાટ વિના શેર કરવા તૈયાર છીએ. ડિજિટલ ટેક્નોલોજી હોય કે સ્પેસ ટેક્નોલોજી, સ્વાસ્થ્ય સુરક્ષા હોય કે ખાદ્ય સુરક્ષા, ક્લાઈમેટ ચેન્જ હોય ​​કે અન્ય, અમે દરેક રીતે તમારી સાથે છીએ.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા હતા. અહીં તેમણે G-7 સમિટમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે G-7 અને G-20 દેશોમાં સહયોગની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભૌગોલિક રાજકીય તણાવને કારણે ખાદ્ય અને ઉર્જા પુરવઠાની શૃંખલાઓ પ્રભાવિત થઈ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે ઈન્ટરનેશનલ ઓર્ડર પર આધારિત રાષ્ટ્રીય સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાના સન્માનનું મજબૂત સમર્થન કરીએ છીએ.

Download Our B K News Today App



Related News