ભારતની દીકરીઓ' દુનિયામાં છવાઈ, મહિલા હોકી ટીમની મોટી જીત, ઓલિમ્પિક મેડાલિસ્ટ ટીમને હરાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 13:43:45
  • Views : 285
  • Modified Date : 2022-06-20 13:43:45

 

ભારતીય મહિલા હોકી ખેલાડીઓ દુનિયામાં ચમકી છે. શનિવારે નેધરલેન્ડના રોટરડેમમાં FIH Pro Leagueમાં હોકીના મુકાબલા યોજાયા હતા. આ મેચમાં ભારત અને આર્જન્ટિના ટકરાયા હતા. ગુરજીત કૌરના 2 ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે એફઆઇએચ પ્રો લીગ ડબલ લેગ પહેલી મેચમાં  નિર્ધારિત સમયમાં 3-3 ગોલ કર્યા બાદ શૂટઆઉટમાં ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ આર્જેન્ટિનાને 2-1થી પરાજય આપ્યો હતો.

શૂટઆઉટમાં ભારત તરફથી નેહા ગોયલ અને સોનિકાએ ગોલ ફટકાર્યા 
ગુરજીત (37મી અને 51મી મિનિટ)એ 2 પેનલ્ટી કોર્નર અને લાલરેમ્સિયામીએ 4થી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો.શૂટઆઉટમાં ભારત તરફથી નેહા ગોયલ અને સોનિકાએ ગોલ ફટકાર્યા હતા. ભારતીય ટીમે મેચમાં મજબૂત શરૂઆત કરીને પ્રભુત્વ જમાવ્યું હતું. ભારતે શરૂઆતમાં આર્જેન્ટિનાના ડિફેન્સ પર દબાણ લાવીને ત્રીજી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર મેળવી લીધો હતો, પરંતુ મોનિકાની ફ્લિકનો હરીફ ગોલકિપર બેલેન સુકીએ સારો બચાવ કર્યો હતો.

લાલરેમ્સિયામીએ લીડ આપી 
 
ભારતે લાલરેમ્સિયામીના શાનદાર ફિલ્ડ ગોલને સહારે સરસાઈ મેળવી લીધી હતી. દીપ ગ્રેસ એક્કાએ વર્તુળની બહારના પાસથી તક ઉભી કરી અને લાલરેમ્સિયામીએ આર્જેન્ટિનાના ગોલકીપરને સ્તબ્ધ કરી દીધો. આ ગોલના દબાણ હેઠળ આર્જેન્ટીનાએ આક્રમણ શરુ કર્યું હતુ અને ટૂંક સમયમાં જ તેને સતત બે પેનલ્ટી કોર્નર મળી ગયા હતા, પણ તેમનો એક ખેલાડી ભારતના મજબુત ડિફેન્સ કરતાં આગળ વધી શક્યો નહતો. પહેલા ક્વાર્ટરની સમાપ્તિની થોડી સેકન્ડ પહેલા જ શર્મિલા દેવીના આ પ્રયાસને સુકીએ નિષ્ફળ બનાવ્યો હતો.

બીજા ક્વાર્ટરમાં ભારતીય ખેલાડીઓએ જાળવી રાખી આક્રમક રમત 
ભારતીય ખેલાડીઓએ બીજા ક્વાર્ટરમાં પણ આ જ આક્રમકતા જારી રાખી હતી, પણ આર્જેન્ટિનાએ ધીરે ધીરે વાપસી શરૂ કરી દીધી હતી. બીજા ક્વાર્ટરની 6 મિનિટમાં આર્જેન્ટિનાએ ઝડપથી 2 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા અને ઓગસ્ટિના ગોર્ઝલાનીએ ગોલ ફટકાર્યો હતો, ત્યારે સુશીલા ચાનુની સ્ટીકથી તે ડિફ્લેટ થઈ ગઈ હતી. આર્જેન્ટિનાએ ટૂંક સમયમાં જ વધુ એક પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો, પરંતુ ચાનુએ વેલેન્ટિના કોસ્ટાના પ્રયાસનો શાનદાર બચાવ કર્યો હતો. હાફ ટાઇમથી થોડી સેકન્ડ પહેલાં જ ભારતને પેનલ્ટી કોર્નર મળી ગયો હતો, પરંતુ તેણે આ તક ગુમાવી દીધી હતી. 

 

 

Download Our B K News Today App



Related News