LoC પર પાકિસ્તાને આખી રાત ફાયરિંગ કર્યું, ભારતની જવાબી કાર્યવાહીમાં તેમના 5 સૈનિક ઠાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 12:33:25
  • Views : 454
  • Modified Date : 2020-12-11 12:33:25

    પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પર જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે બપોરે શરૂ થયેલો સિલસિલો શુક્રવાર સવાર સુધી ચાલું રહ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પાંચ સૈનિકો ઠાર મરાયા હતા. તેના ત્રણ સૈનિક ઘાયલ પણ થયા છે. ન્યૂઝ એજન્સીએ ભારતીય સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન તરફથી ગુરુવારે બપોર પછી શરૂ થયેલું ફાયરિંગ શુક્રવારે સવારે પણ ચાલું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો અને મોર્ટારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. જેમાં પાકિસ્તાનના 5 સૈનિક ઠાર મરાયા હતા. LoCના અમુક ભાગમાં પાકિસ્તાની સેના સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહી છે. ગુરુવાર રાતે ફાયરિંગનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનું પૂંછ સેક્ટર હતું.

    ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને અચાનક ફાયરિંગ કર્યું. તે આપણા સિવિલિયન વિસ્તારને ટાર્ગેટ કરવા માંગતા હતા.માનકોટ સેક્ટરમાં સૌથી વધુ ફાયરિંગ થયું. અમુક સિવિલિયન પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચ્યું છે. આ પ્રકારની હરકતોનો જવાબ આપવો જરૂરી હતો. અમે પાકિસ્તાનના પાંચ સૈનિકો ઠાર માર્યા જ્યારે ત્રણ ઘાયલ છે. તેમણે ઘણા નવા બંકર બનાવ્યા હતા. તેને નષ્ટ કરી દીધા છે. ફાયરિંગ ગુરુવાર અને શુક્રવારની રાતે લગભગ 2 કલાક સુધી ચાલ્યું હતું. બન્ને દેશો વચ્ચે 1999માં સીઝફાયર વોયલેશન અંગે સમજૂતી થઈ હતી. પાકિસ્તાન સતત આ સંઘર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી તેને 3200 વખત સીઝફાયર વોયલેશન કર્યું. જેમાં 30 નાગરિક માર્યા ગયા જ્યારે 100થી વધુ ઘાયલ થયા.


Download Our B K News Today App



Related News