ઇંગ્લેન્ડ સામેની મેચ માટે ટીમ ઇન્ડિયાની જર્સીનો લુક જાહેર થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 18:13:59
  • Views : 724
  • Modified Date : 2019-06-29 18:13:59

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં 30 જૂનના રોજ ઇંગ્લેન્ડ સામેની મેચમાં કેસરી અને વાદળી કલરની નવી જર્સીમાં જોવા મળશે. આઈસીસીના નિયમ પ્રમાણે, જયારે 2 ટીમોનો મુકાબલો હોય અને તેમની જર્સીનો કલર એક જેવો હોય તો મહેમાન ટીમ અલ્ટર્નેટ કલરની જર્સીમાં રમશે. ટીમ ઇન્ડિયા હવે જયારે પણ વિદેશમાં રમશે અને વિરોધી ટીમની જર્સીનો કલર વાદળી હશે, ત્યારે આ નવી જર્સીમાં મેદાને ઉતરશે.આ જર્સીને લઈને ભારતમાં રાજકરણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ સરકાર ઉપર ક્રિકેટમાં ભગવાકરણનો આરોપ લગાવી રહ્યા છે. જયારે ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી અતુલ વાસને આ વિવાદને કારણ વગરનો કહ્યો હતો.અબૂ આઝમી અને કોંગ્રેસી વિધાયકે પ્રશ્નો કર્યા જર્સી પર પ્રશ્નો કરતાં મહારાષ્ટ્રના કોંગ્રેસી વિધાયક એમએ ખાને બુધવારે કહ્યું હતું કે આ સરકાર છેલ્લા પાંચ વર્ષથી દરેક વસ્તુને અલગ રીતે જોવાની અને બતાવવાની કોશિશ કરી રહી છે. આ સરકાર દેશને ભગવાકરણ તરફ લઇ જવાનું કામ કરી રહી છે.સમાજવાદી પાર્ટીના વિધાયક અબૂ આઝમીએ કહ્યું કે, "મોદીજી આખાને દેશને કેસરી રંગમાં રંગવા માગે છે. તેમને કહેવા માગીશ કે ઝંડાને કલર કરનાર મુસ્લિમ હતો. ઝંડામાં અન્ય કલર પણ છે, તો પછી કેસરી જ કેમ? ઝંડાના કલરમાં ટીમની જર્સી હોય તો સારું રહેશે.ઇંગ્લેન્ડ અને ભારતની મેચમાં અલ્ટર્નેટ જર્સી પહેરેશે ટીમ ઇન્ડિયાઆઈસીસીના નિયમ પ્રમાણે, જયારે 2 ટીમોનો મુકાબલો હોય અને તેમની જર્સીનો કલર એક જેવો હોય તો મહેમાન ટીમ અલ્ટર્નેટ કલરની જર્સીમાં રમશે.યજમાન ટીમ પોતાની જૂની જર્સી જાળવી રાખશે. ભારત ઇંગ્લેન્ડ સામેની મેચમાં બંને દેશની જર્સીનો કલર સરખો હોવાથી અલ્ટર્નેટ જર્સી સાથે મેદાને ઉતરશે. આ જર્સીમાં વાદળી કલર છે, જયારે બાયોનો અને તેની પાછળના ભાગનો કલર કેસરી છે. જયારે પાછળથી આખી જર્સીનો કલર કેસરી છે.અફઘાનિસ્તાન અને આફ્રિકા પણ અલ્ટર્નેટ જર્સીનો ઉપયોગ કર્યોભારત અને અફઘાનિસ્તાનની મેચ દરમિયાન અફઘાનની ટીમે વાદળી જર્સીની જગ્યાએ અલ્ટર્નેટ જર્સી પહેરી હતી. તેમાં વધુ પડતો ભાગ લાલ કલરનો હતો. જયારે દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન સામે જે જર્સી પહેરી હતી તેનો કલર પીળો હતો. દ.આફ્રિકાની રેગ્યુલર જર્સીનો કલર લીલો છે.ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડને ફેરવી નહીં પડે અલ્ટર્નેટ જર્સીઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડની ટીમને અલ્ટર્નેટ જર્સી ફેરવી નહીં પડે. આ ત્રણેય ટીમો એવા કલરની જર્સી પહેરે છે જેનો કલર બીજી બધી ટીમો કરતાં એકદમ અલગ છે. તેથી તેમને અલ્ટર્નેટ જર્સી પહેરવી પડશે નહીં.

Download Our B K News Today App



Related News