ભારતના આ જિલ્લામાં 18 ઓગષ્ટે મનાવાય છે આઝાદી પર્વ, કારણ પણ રસપ્રદ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 15:20:35
  • Views : 683
  • Modified Date : 2019-08-16 15:20:35

આખા દેશે 15 ઓગષ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. જોકે ભારતનો એક જિલ્લો એવો છે જ્યાં 15 ઓગષ્ટે નહી પણ 18 ઓગષ્ટે આઝાદી દિવસ મનાવવામાં આવે છે અને તે પણ સરકારની મંજુરીથી.

વાંચીને હેરાન થઈ જવાય તેવી આ વાત છે પણ તેની પાછળનુ કારણ પણ એટલુ જ રસપ્રદ છે. 12 ઓગષ્ટ,1947ના દિવસે ઓલ ઈન્ડિયા રેડિયોએ ભારતને આઝાદી મળી હોવાની અને દેશના ભાગલા પડ્યા હોવાની ખબર પ્રસારિત થઈ હતી.

આ અહેવાલમાં કહેવામાં આવ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળના હિન્દુ બહુમતિવાળા વિસ્તાર નદિયા જિલ્લાને પૂર્વ પાકિસ્તાન (હવેનુ બાંગ્લાદેશ)માં સામેલ કરાયો છે. એ પછી ત્યાંના લોકોમાં રોષ ભડકી ગયો હતો.

નદિયા જિલ્લાને પૂર્વ પાકિસ્તાનમાં સામેલ કરવાની ભૂલ વહિવટીતંત્રની હતી. ભારત પાકના ભાગલા પાડવા માટે નકશો દોરવાની જવાબદારી અંગ્રેજ અધિકારી સર રેડક્લિફની હતી. તેમણે નકશામાં નદિયા જિલ્લાને પાકિસ્તાનમાં દર્શાવવાની ભૂલ કરી હતી.

આ ખબર ફેલાયા બાદ નદિયા જિલ્લામાં તનાવ ફેલાયો હતો અને તોફોના ફાટી નિકળ્યા હતા. મોટાભાગના લોકો બ્રિટિશ નિર્ણયના વિરોધમાં હતા. બીજી તરફ જિલ્લાના મુસ્લિમો પૂર્વ પાકિસ્તાનમાં સામેલ થવાની ખબરને લઈને ઉત્સાહિત થઈ ગયા હતા.તેમણે ઠેર ઠેર પાકિસ્તાની ધ્વજ લહેરાવવા માંડ્યા હતા. જેનાથી સ્થિતિ વધારે તંગ બની હતી.

જોકે બહુમતિના વિરોધ બાદ બ્રિટિશ સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. એ પછી નકશામાં બદલાવ કરીને નદિયા જિલ્લાના રાણાઘાટ, કૃષ્ણાનગર, કરીમપુરને ભારતમાં સામેલ કરાયા હતા. જોકે તેમાં થોડો સમય લાગ્યો હતો. જેના કારણે 15 ઓગષ્ટની જગ્યાએ 17 ઓગષ્ટ મધરાતે નદિયા જિલ્લો ભારતમાં સત્તાવાર રીતે સામેલ થયો હતો. લોકોએ આ દિવસની ભારે શાનદાર રીતે ઉજવણી કરી હતી.

18 ઓગષ્ટ,1947ના રોજ કૃષ્ણાનગરની લાઈબ્રેરી પર લગાડાયેલો પાકિસ્તાની ધ્વજ ઉતારીને તિરંગો ફરકાવાયો હતો. આખા દેશે જ્યારે આઝાદીની ઉજવણી 15 ઓગષ્ટે કરી હતી ત્યારે નદિયા જિલ્લાના લોકો માટે 18 ઓગષ્ટ આઝાદી પર્વની ઉજવણીનો દિવસ બન્યો હતો.

નદિયા જિલ્લાના લોકોએ ભારતમાં સામેલ થવા જે સંઘર્ષ કર્યો હતો તેને યાદગાર બનાવવા માટે સ્વતંત્રતા સેનાની પ્રેમનાથ શુકુલના પૌત્ર અંજન શુકુલે 18 ઓગષ્ટે જ આઝાદી પર્વ મનાવવા માટે પડકાર ફેંક્યો હતો

Download Our B K News Today App



Related News