મુંબઈમાં 15મીથી રીક્ષાઓ અને ટેક્સીઓની બેમુદ્દતી હડતાળ

  • Published By :
  • Published Date : 2022-09-13 16:00:04
  • Views : 228
  • Modified Date : 2022-09-13 16:00:04

સીએનજીની કિંમતમાં વધારાને પગલે ટેક્સી- રિક્ષાના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવાની માગણી સાથે ટેક્સી- રિક્ષાવાળાના સંગઠનોએ ૧૫મી સપ્ટેમ્બરથી બે મુદત હડતાલનું એલાન કર્યું છે. જો કે હડતાલ નિવારવા સરકાર તરફથી પણ તજવીજ થઇ રહી છે. ટેક્સી- રિક્ષા યુનિયનના હોદ્દેદારો  આવતી કાલે (મંગળવાર) રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત સાથે મીટિંગ યોજાવાની છે. રાજ્ય સરકાર તરફથી ભાડાવધારાની માગણી સ્વીકારવામાં નહી આવે તો ગુરુવારથી શહેરની ૪૮ હજાર ટેક્સીઓ અને લગભગ બે લાખ રિક્ષાઓ દોડતી બંધ થવાની શક્યતા છે. મુંબઇ ટેક્સીમેન્સ યુનિયનના નેતા એ.એલ. ક્વાડ્રસે જણાવ્યું હતું કે આવતી કાલની મીટિંગમાં અમે ભાડાવધારાની દરખાસ્ત રજૂ કરશું. સરકાર અમારી માગમી નહીં સ્વીકારે તો ગુરુવારથી અચોક્કસ મુદતની હડતાલ પાડશું. અમારી માગણી છે કે ટેક્સીનું મિનીમમ ભાડું અત્યારે ૨૫ રૃપિયા છે તે વધારીને ૩૫ કરવાની મંજૂરી આપવામાં આવે અને પહેલા સ્ટેજ પછીના દરેક કિલોમીટરના ૧૦ રૃપિયા કરવામાં આવે. ૩૫ને બદલે મિનિમમ ભાડું ૩૦ સુધી કરવાની સરકાર મંજૂરી આવશે તો પણ અમે સ્વીકારી લેશું. ઓટોરિક્ષાનું મિનિમમ ભાડું અત્યારે ૨૧ રૃપિયા છે. સીએનજીના  દરવધારાને પગલે રિક્ષાવાળાએ દસ રૃપિયા ભાડા વધારો માગ્યો છે. ટેક્સી- રિક્ષાની હડતાલ પડશે તો મુંબઇવાળાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આમાં પણ ખાસ તો ઉપનગરોમાં દોડતી રિક્ષાઓ બંધ થશે તો લોકોએ ભારે હાલાકી વેઠવી પડશે.

Download Our B K News Today App



Related News