લાંચ લેવાના આરોપમાં આવકવેરા અધિકારીઓને જેલની સજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-16 20:15:54
  • Views : 280
  • Modified Date : 2022-12-16 20:15:54

ઈન્દોરઃ

અહીંની એક વિશેષ સીબીઆઈ કોર્ટે આજે આવકવેરા વિભાગના તત્કાલીન બે અધિકારીઓ અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લાંચ લેવાના આરોપમાં દોષી સાબિત થયા બાદ તેમને જેલ અને દંડની સજા સંભળાવી છે.
સીબીઆઇએ આપેલી માહિતી મુજબ તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર પંકજ ગુપ્તા, તત્કાલીન આવકવેરા અધિકારી અજય વિરેન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્યામ સુંદર મુન્દ્રાને ત્રણ વર્ષની સજા અને કુલ 80 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રોસિક્યુશનના જણાવ્યા અનુસાર, આ ત્રણેયની અહીં ઇન્કમટેક્સ સંબંધિત કેસના સમાધાન માટે 9 લાખ રૂપિયાની લાંચના મામલે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ બાદ સીબીઆઈએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સ્પેશિયલ જજે આ કેસની સુનાવણી બાદ ત્રણેયને દોષિત જાહેર કર્યા હતા.

Download Our B K News Today App



Related News