આઈપીએલની આ સીઝનમાં રિષભ પંત, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ પર સૌની નજર,આ ત્રણ ખેલાડીઓ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-19 13:02:11
  • Views : 357
  • Modified Date : 2024-03-19 13:02:11

આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે.આઈપીએલ 2024 માટે 10 ટીમો તૈયાર છે. ત્યારે હવે ચાહકો પણ આઈપીએલ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે. આઈપીએલ 2024ની પહેલી મેચ મહેન્દ્ર સિંહ ધોનીની સીએસકે અને આરસીબી વચ્ચે 17મી સીઝનની પહેલી મેચ રમાશે. આ વખતે જોઈએ તો આઈપીએલમાં 3 કેપ્ટનોની અગ્નિ પરિક્ષા લેવાશે. આ 3 કેપ્ટન છે, રિષભ પંત, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ. પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. તો શ્રેયસ અય્યર કોલકત્તા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે. જ્યારે શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સની જવાબદારી સોંપવામાં આવી છે,શુભ ગિલને ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિકની કેપ્ટનશીપમાં ગુજરાતે ખિતાબ જીત્યો હતો. તો 2023માં આ ટીમ રનર-અપ રહી હતી. હવે ગિલ પર ટીમને ચેમ્પિયન બનાવવાની જવાબદારી છે. ગિલ ગત્ત સીઝનમાં સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી.પંત 30 ડિસેમ્બર 2022ના રોજ ઉત્તરાખંડના રુડકી પાસે એક ગંભીર અકસ્માત થયો હતો. ત્યારબાદથી તે ક્રિકેટ એક્શનથી દુર હતો. દિલ્હી કેપિટલ્સે અત્યારસુધી એક પણ ખિતાબ જીત્યો નથી. ત્યારે પંતના માથા પર મોટો પડકાર હશે કે, તે ટીમમાં વાપસી કરી ટીમને ચેમ્પિયન બનાવે.મિડિલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર થોડા સમયથી નાની-મોટી ઈજા સામે લડતો જોવા મળ્યો છે. એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે, અય્યર આઈપીએલની શરુઆતી મેચમાંથી બહાર થઈ શકે છે. તો તેના સ્થાને નીતીશ રાણા કેપ્ટનશીપ કરશે. જે કોલકત્તા માટે કોઈ ઝટકાથી ઓછું નથી. તેમને જણાવી દઈએ ગત્ત વર્ષે શ્રેયસ અય્યર આખી સીઝમાંથી બહાર હતો.

Download Our B K News Today App



Related News