ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં રાજસ્થાન ,ઉ. ગુજરાતમાં માવઠું થવાની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-08 15:21:36
  • Views : 518
  • Modified Date : 2023-02-08 15:21:36

તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડીગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે, પરંતુ જો તમે વિચારતા હશો કે હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે.


હવામાન-નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. એની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડીગ્રી રહેવાની શક્યતા છે.

ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે, રોઝ ડે જેવા અનેક દિવસો આવે છે. આ દિવસોને યાદગાર બનાવવા માટે નાગરિકો ખાસ કરીને યુવાનો બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ તેઓને ગરમીમાં અકળાવાનો વારો આવી શકે છે. લોકોને ભર શિયાળે કડકડતી ઠંડીમાં ચોમાસાના અનુભવ બાદ હવે ગરમીનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આ સીઝનમાં નાગરિકોને ત્રણ-ત્રણ ઋતુનો અનુભવ થયો છે. ભરશિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો વારો આવ્યો છે. આ માસમાં પલટાતા હવામાનની સ્થિતિ અંગે જોઈએ તો ફેબ્રુઆરી તારીખ 13થી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે, જોકે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News