3 ડીગ્રી ઠંડીમાં સ્નાન કરતાં ખેડૂતે કહ્યું, અમારી અંદર એટલી આગ છે કે ઠંડી કશું બગાડી નહીં શકે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 14:54:19
  • Views : 482
  • Modified Date : 2020-12-19 14:54:19

    કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના દેખાવોના 23 દિવસ થઈ ગયા છે, ત્યારે દિલ્હીમાં 3 ડીગ્રી ઠંડીમાં પણ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તેઓ સવારે આટલી કડકડતી ઠંડીમાં ખુલ્લામાં જ ટ્રેક્ટરની આડમાં સ્નાન પણ કરે છે.અખિલ ભારતીય કિસાન સભા-પંજાબના મેજરસિંહ પૂનાવાલે કહ્યું હતું કે અમે આંદોલન તેજ કરવાનો વિચાર કરી રહ્યા છીએ.સુપ્રીમ કોર્ટના મામલાને લઈને પણ કાયદાકીય સલાહ લેવાઈ રહી છે.કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે સવાલ કર્યો હતો કે ‘... હજુ કેટલા અન્નદાતાઓએ કુરબાની આપવી પડશે? કૃષિવિરોધી કાયદા ક્યારે સમાપ્ત કરશો?’ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણા પણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે હું અન્નદાતાઓની માગનું સમર્થન કરું છું.

    ખેડૂતો માટે જે કાયદા બન્યા છે, એ રાતોરાત નથી આવ્યા. 20-22 વર્ષથી દેશની તમામ સરકારે આ મુદ્દે ચર્ચા કરી છે. તમામ સંગઠનોએ ચર્ચાવિમર્શ કર્યો છે. દેશના ખેડૂતો, વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ કૃષિક્ષેત્રે સુધારાની માગ કરતા આવ્યા છે. ખેડૂતોએ તેમને સવાલ પૂછવા જોઈએ કે અગાઉ જે લોકો પોતાના ચૂંટણીઢંઢેરામાં વચનો આપતા હતા, મત ઉઘરાવતા હતા, પરંતુ એ વચનો પૂરાં ના કરાયાં, કારણ કે તેમની પ્રાથમિકતા ખેડૂતો ન હતા.રાજકારણ ખેલનારા લોકો મોદીને જે ક્રેડિટ મળી રહી છે તેનાથી પરેશાન છે. હું હાથ જોડીને કહું છું કે ક્રેડિટ તમે લઈ જાઓ, પરંતુ ખેડૂતોને ભડકાવવાનું છોડી દો. હું બધી જ ક્રેડિટ તમારા જૂના ચૂંટણીઢંઢેરાઓને આપું છું, મારે ક્રેડિટ નથી જોઈતી. તેમને સમૃદ્ધ બનાવવા ઈચ્છું છું. દેશ અમારી નિયતમાં ગંગાજળ અને મા નર્મદા જેવી પવિત્રતા જોઈ રહ્યો છે. આ લોકોએ દસ વર્ષમાં એક વાર 50 હજારનું દેવું માફ કર્યું છે, અમારી સરકારની પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે આશરે રૂ. 75 હજાર કરોડ મળશે. એટલે કે દસ વર્ષમાં આશરે રૂ. સાડા સાત લાખ. તે પણ સીધા ખાતામાં, કોઈ વચેટિયો કે કટ નહીં.સરકાર વારંવાર પૂછી રહી છે કે તમને કાયદાની કઈ કલમથી મુશ્કેલી છે? તેનો આ રાજકીય પક્ષો પાસે કોઈ ઠોસ જવાબ જ નથી. આ વાસ્તવિકતા છે. ખેડૂતોની જમીન જતી રહેશે એવો ડર બતાવીને તેઓ પોતાની રાજકીય જમીન શોધી રહ્યા છે.

    જે થયું જ નથી, જે થવાનું જ નથી- તેનો ડર બતાવાઈ રહ્યો છે. ખેડૂતોને આગ્રહ છે કે ડર ફેલાવનારી જમાતથી સાવધાન રહો. આ લોકોએ હંમેશાં ખેડૂતોને છેતર્યા છે. તેમનો ઉપયોગ કર્યો છે, આજે પણ એ જ કરી રહ્યા છે. જો અમારે એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઈઝ) હટાવવાની જ હોત તો સ્વામિનાથન આયોગનો રિપોર્ટ કેમ લાગુ કરત? અમારી સરકાર દર વખતે વાવણી પહેલાં એમએસપીની જાહેરાત કરે છે. તેનાથી ખેડૂતોને પહેલાં જ ખબર પડી જાય છે કે આ પાક પર આટલી એમએસપી મળશે. હું દેશના દરેક ખેડૂતને વિશ્વાસ આપું છું કે, એમએસપી બંધ નહીં થાય.




Download Our B K News Today App



Related News