બિહારમાં ક્લાસમાં બેન્ચ માટે થયો ઝઘડો થઈ વિદ્યાર્થીની હત્યા

  • Published By :
  • Published Date : 2022-09-13 12:01:22
  • Views : 258
  • Modified Date : 2022-09-13 12:48:10

  બિહારના સમસ્તીપુરમાં 9માં ધોરણમાં ભણતા એ જ ક્લાસના 3 વિદ્યાર્થી તેને સ્કૂલની પાછળ મકાઈના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં વિદ્યાર્થી સાથે મારઝૂડ કરીને તેનું ગળું કાપી દીધું હતું. વિદ્યાર્થીએ ગળા પર દબાવીને તે પ્રિન્સિપલ સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ ઘટના બિહારના અંગારઘાટ વિસ્તારના ચૈતા ગામની છે.વિદ્યાર્થીની ઓળખ ચૈતા ગામના વિશ્વજિત કુમાર તરીકે થઈ છે. તેની ઉંમર 14 વર્ષની છે. વિદ્યાર્થીને પરિવારજનોએ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેને 16 ટાંકા ગળા પર લેવામાં આવ્યા છે અને હાલ તેની સ્થિતિ ગંભીર જાહેર કરવામાં આવી છે.

  વિશ્વજિત રોજની જેમ જ સોમવારે પણ સ્કૂલ ગયો હતો. તેના જ ક્લાસના 3 વિદ્યાર્થી તેને સ્કૂલની પાછળ આવેલા મકાઈના ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં ત્રણેયે ભેગા થઈને પહેલા વિશ્વજિત સાથે મારઝૂડ કરી હતી. ત્યાર પછી તેને નીચે પછાડીને તેનું ગળું કાપ્યું હતું. તે માંડ બચીને ગળા પર હાથ મૂકીને સીધો પ્રિન્સિપલ પાસે પહોંચ્યો હતો.લોહીથી લથપથ વિશ્વજિતને જોઈને પ્રિન્સિપલે તેમના પરિવારજનોને માહિતી આપી હતી. માહિતી મળતાં જ તેની માતા રિન્કુ દેવી સ્કૂલ પહોંચી હતી. ગ્રામીણોની મદદથી વિશ્વજિતને જિલ્લા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. અહીં તેને ગળા પર 16 ટાંકા લેવામાં આવ્યા હતા.

  વિશ્વજિતની માતા રિન્કુ દેવીએ જણાવ્યું હતું કે 15 દિવસ પહેલાં પણ તેના દીકરા સાથે મારઝૂડ કરવામાં આવી હતી. ગામના જ છોકરાઓએ તેની બેગ અને પુસ્તકો ફાડી નાખ્યા હતા, પરંતુ ત્યારે તેમણે આને બાળકોનો સામાન્ય ઝઘડો ગણીને કોઈ ફરિયાદ નહોતી કરી. બીજી બાજુ ઘાયલ વિદ્યાર્થીએ જે ત્રણ મિત્રએ તેને માર્યો છે તેનાં નામ જણાવી દીધા છે. અન્ય વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે ક્લાસમાં બેન્ચ માટે ઝઘડો થયો હતો અને પછી વિવાદ વધ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News