LIC આઇપીઓ પર યુક્રેન યુદ્ધની અસર:સરકાર હવે રૂ. 63000 કરોડના બદલે 30000 કરોડનો જ IPO યોજશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 12:11:40
  • Views : 252
  • Modified Date : 2022-04-23 12:11:40

LIC આઇપીઓ પર યુક્રેન યુદ્ધની અસર:સરકાર હવે રૂ. 63000 કરોડના બદલે 30000 કરોડનો જ IPO યોજશે

 

રશિયા-યુક્રેન યુદ્ધ પછી વિશ્વભરમાં બિઝનેસ સેન્ટિમેન્ટ નિરસ રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારોમાં સતત વેચવાલી કરી રહ્યા છે અને ભારતીય શેરોમાં તેમનું આકર્ષણ ઘટી રહ્યું છે. આ જ કારણ છે કે સરકાર એલઆઇસી IPOની સાઇઝ ઘટાડવા માંગે છે. સાઇઝમાં ઘટાડો કર્યા પછી પણ IPO ભારતીય ઈતિહાસનો સૌથી મોટો આઇપીઓ બની રહેશે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે માર્ચમાં લોન્ચિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીઓ સાઇઝ 40 ટકા સુધી ઘટાડી શકાય છે. સરકાર અગાઉ LICમાં સાત ટકા સુધીનો હિસ્સો વેચવા માંગતી હતી, પરંતુ હવે રોકાણકારોની માંગના અભાવને ધ્યાનમાં રાખીને 5 ટકા સુધીનો હિસ્સો વેચી શકે છે. હવે સરકાર આ આઇપીઓ દ્વારા 30,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ સાઇઝ 63,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો.

LICના IPOની તારીખ અંગે સરકાર આ સપ્તાહે નિર્ણય લઈ શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે LICમાં પાંચ ટકા હિસ્સાનું વેચાણ અગાઉ માર્ચમાં થવાનું હતું પરંતુ ભૌગોલિક રાજકીય તણાવને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. સેબી પાસે નવા દસ્તાવેજો ફાઈલ કર્યા વિના એલઆઈસીનો આઈપીઓ લાવવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય છે. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં સક્ષમ ન હોય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા કાગળો ફાઇલ કરવા પડશે.

Download Our B K News Today App



Related News