જો તમને પણ વર્ક ફ્રોમ હોમ માટે રિઇમ્બર્સમેન્ટના પૈસા મળ્યા હોય તો તેની પર ટેક્સનો નિયમ શું છે જાણી લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 12:33:12
  • Views : 339
  • Modified Date : 2020-12-21 12:33:12

    કોવિડ-19ને કારણે ઘણી કંપનીઓ આવતા વર્ષે પણ વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે. ઘરે કામ કરવા માટે લોકોએ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને ઓફિસ ટેબલ સહિતની ઘણી વસ્તુઓ ખરીદવી પડશે. કેટલીક કંપનીઓ તો તેમના ખર્ચ પર કર્મચારીના ઘરે આ સુવિધાઓ આપી છે, જ્યારે કેટલાકે ખર્ચની ભરપાઈ કરી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે કંપની તરફથી મળેલા રિઇમ્બર્સમેન્ટ પર ટેક્સ લાગશે કે નહીં? CA અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ, ઇન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શાખા) આને લગતી વિશેષ બાબતો જણાવી રહ્યા છે...રિઇમ્બર્સની રકમ પર ટેક્સ નથી વસૂલવામાં આવતો કારણ કે, તે તમારી આવકનો ભાગ નથી. તેને તમારા CTCમાં પણ સામેલ કરવામાં નથી આવતો. જો તમારી કંપની તમને વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપી રહી હોય તો તેને કંપનીનો ખર્ચ માનવામાં આવશે. પરંતુ તેને તમારી આવકમાં સામેલ કરવામાં નહીં આવે. તેથી, તે ટેક્સેબલ નહીં થાય.

    CA અભય શર્મા જણાવે છે કે, જો તમારી કંપની તમને રિઇમ્બર્સની રકમ આપે તો કર્મચારીએ જે પણ સામાન ખરીદ્યો છે તેનું બિલ આપવું જરૂરી હોય છે. જો તમારી કંપની તમને વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ આપી રહી છે અને તમને નથી પૂછતી કે તમે તેને ખર્ચ કર્યો અથવા તમે કંપનીને સામાનનું બિલ નથી આપી રહ્યા તો તમારે આવી પર પણ ટેક્સ ચૂકવવો પડી શકે છે. તેથી, તમારી કંપનીમાં તેનું બિલ આપવું આવશ્યક છે જેથી, કંપની તેને તેના ખર્ચમાં બતાવી શકે.CA અભય શર્મા જણાવે છે કે, વર્ક ફ્રોમ હોમ રિઇમ્બર્સ માટે કોઈ અલગ નિયમો બનાવવામાં આવ્યા નથી. પરંતુ જે રીતે કંપની તેના કોઈપણ કર્મચારીને કોઈ કામ માટે બીજા શહેરમાં મોકલે અને આ માટે કર્મચારીને રકમ આપે છે. આ રકમને કર્મચારીની આવકનો ભાગ માનવામાં આવતો નથી કારણ કે, આ ખર્ચ કંપનીના કામ માટે કરવામાં આવ્યો છે. એ જ રીતે, વળતરની રકમ પણ કર્મચારીની આવકના ભાગ રૂપે માનવામાં આવતી નથી.

    કોરોનાકાળમાં ઘણા લોકોએ પોતાનું ભાડાંનું મકાન ખાલી કરી દીધું છે અને તેઓ તેમના પરિવાર સાથે તેમના પોતાના ઘરે જતા રહ્યા છે તો તમને હાઉસ રેન્ટ અલાઉન્સ પર પણ ટેક્સ છૂટ નહીં મળે. આ સ્થિતિમાં તમારે HRA પર ટેક્સ ભરવો પડી શકે છે. જો કોઈ કર્મચારીએ ભાડાંનું મકાન ખાલી કરી દીધું છે અને ભાડું નથી ચૂકવી રહ્યો તો તેની ટેક્સ લાયાબિલિટી વધી જશે કારણ કે, તેના પગારમાં મળતો HRA ટેક્સેબલ હશે.



Download Our B K News Today App



Related News