જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરાશે; રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને આપી ચેતવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:46:38
  • Views : 253
  • Modified Date : 2022-04-03 11:46:38

જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરાશે; રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને આપી ચેતવણી

 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. મુંબઈના શિવાજી પાર્ક ખાતે રેલીમાં પોતાના સમર્થકોને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું, “મસ્જિદોમાં આટલા ઊંચા અવાજે લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો તેને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરાશે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે.

મસ્જિદના લાઉડસ્પીકર હટાવો નહિતર મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડીશું
શનિવારે રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે હું નમાઝની વિરુદ્ધ નથી, પરંતુ સરકારે મસ્જિદના લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. હું હાલમાં માત્ર ચેતવણી આપી રહ્યો છું. લાઉડ સ્પીકર હટાવો નહિતર મસ્જિદની સામે લાઉડ સ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું.

 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું કે મુખ્યમંત્રીએ ચૂંટણી દરમિયાન જે લોકોનો વિરોધ કર્યો હતો, તેમની જ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા હતા અને ઉદ્ધવે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી જ તેમને મુખ્યમંત્રી બનવાનો અને વિપક્ષી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાનો વિચાર આવ્યો.

 

રાજ ઠાકરેએ હાલમાં જ મુંબઈમાં ધારાસભ્યોને ઘર આપવાની રાજ્ય સરકારની જાહેરાતની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પહેલા તેમનું પેન્શન બંધ કરવું જોઈએ. શું તમે તમારા કામથી લોકો પર કોઈ ઉપકાર કરી રહ્યા છો? તેમના બંગલા લઈ લો અને પછી તેમને ઘર આપો. આ યોજનામાં પણ મુખ્યમંત્રીને શું સારું લાગી રહ્યું છે. શું આ યોજનામાં કંઈ એવું છે જે રસપ્રદ છે?"

NCP પર પણ પ્રહાર કર્યા
રાજ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પર પણ પ્રહાર કર્યા હતા. રાજ ઠાકરેએ એનસીપી પર રાજ્યમાં જ્ઞાતિ આધારિત નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, "આજે રાજ્યમાં જાતિના મુદ્દાઓ પર લોકો લડી રહ્યા છે. આપણે આમાંથી ક્યારે બહાર આવીશું અને હિન્દુ બનીશું?"

 

Download Our B K News Today App



Related News