IAS ટીના ડાબીને મળ્યો નવો લાઇફ પાર્ટનર:UPSC ટોપર તેનાથી 13 વર્ષ મોટા IAS સાથે એપ્રિલમાં બીજા લગ્ન કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 12:07:01
  • Views : 368
  • Modified Date : 2022-03-29 12:07:01

IAS ટીના ડાબીને મળ્યો નવો લાઇફ પાર્ટનર:UPSC ટોપર તેનાથી 13 વર્ષ મોટા IAS સાથે એપ્રિલમાં બીજા લગ્ન કરશે

 

UPSC-2016ની ટોપર ટીના ડાબી એક વખત ફરી સમાચારમાં છે. રાજસ્થાનના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી ટીના ડાબી 28 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહી છે. તેણે નવા લાઈફ પાર્ટનર તરીકે રાજસ્થાનના IAS પ્રદીપ ગવાંડેને પસંદ કર્યા છે. ગવાંડે હાલ રાજસ્થાનના આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી ટીના ડાબીએ તેના નવા લાઈફ પાર્ટનર સાથેના ફોટા શેર કર્યા છે.

આઈએએસ ટીના ડાબીએ પ્રદીપ ગવાંડેની સાથે એક ફોટો શેર કરતાં લખ્યું છે કે વો મુસ્કાન પહન રહી હૂ, જો તુમ દે રહે હો. એ પછી તેમના લગ્ન કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ. એમ કહેવાઈ રહ્યું છે કે ડાબી અને ગવાંડે એપ્રિલમાં લગ્ન કરવાનાં છે. તેઓ જયપુરની એક હોટલમાં 25 એપ્રિલે એક રિસેપ્શન પણ આપશે.

ટીના ડાબીએ આ પહેલાં 2018માં પોતાની જ બેન્ચના આઈએએસ અધિકારી અતહર આમિર સાથે લગ્ન કર્યા હતા. જોકે ટીના અને અતહરે નવેમ્બર 2020માં જયપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરીને એકબીજાથી અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. એ પછી ઓગસ્ટ 2021માં કોર્ટે બંનેના છૂટાછેડાને મંજૂર કર્યા હતા.

વર્ષ 2015માં આઈએએસમાં ટોપમાં આવવાને કારણે ટીના ડાબી સમાચારમાં હતી. એ પછી તેણે સોશિયલ મીડિયા પર સતત વિવિધ મોટિવેશનલ પોસ્ટ શેર કરવાનું શરૂ કર્યું છે. એને પગલે હાલ તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા 1.4 મિલિયને પહોંચી ગઈ છે. ટીનાનો જન્મ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. હાલ ટીના જયપુરમાં ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરી છે.

 

Download Our B K News Today App



Related News