હ્યુસ્ટનમાં આજે ત્રણ કલાક ‘હાઉડી મોદી’, સ્વાગત માટે 1000 ગુજરાતી દાંડિયા રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 13:17:12
  • Views : 459
  • Modified Date : 2019-09-22 13:17:12

અમેરિકાના એનઆરજી સ્ટેડિયમમાં રવિવારે યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમના સમારંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 50 હજારથી વધુ ભારતીયો હાજર રહેશે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની હાજર રહેશે. આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે. હ્યુસ્ટનનું એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમ અમેરિકાના મોટા સ્ટેડિયમમાનું એક છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ત્રણ કલાકના શો દરમિયાન ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકગીત અને નૃત્ય પણ રજૂ કરાશે. લગભગ 1000 જેટલા ગુજરાતીઓ નવરાત્રીના પડઘમ વચ્ચે દાંડિયા રમશે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમના પ્રવક્તા ગિતેશ દેસાઈએ કહ્યું કે 48 રાજ્યોમાંથી ભારતીયો આ ઐતિહાસિક સમારંભના સાક્ષી બનવા માટે આવી રહ્યાં છે. હ્યુસ્ટનમાં આ પહેલા આવું કોઈ મોટું આયોજન થયું નથી. એટલું જ નહીં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હિસ્સો લેવાના હોઈ તેવી પણ પ્રથમ ઘટના છે. આ સમારંભમાં ભાગ લેવા આવનારા લોકો માટે 100થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર હ્યુસ્ટનમાં બિલ વોર લગાવાયા છે. મોદીના કાર્યક્રમ અગાઉ એક કાર રેલીનું પણ આયોજન કરાયું હતું. જીવંત પ્રસારણ હિન્દી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં કરાશે.અમેરિકન સાંસદો પણ હાજર રહેશે. મોદીને લઈ જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર બે કલાક રોકાવું પડ્યું હતું. બે કલાક માટે મોદી ફ્રેન્કફર્ટમાં હતા જ્યાં ત્યાંના રાજદૂત મુક્તા તોમરે તેમનું સ્વાગત કર્યું હતું. મોદી 27 ઓક્ટોબર સુધી અમેરિકામાં રહેશે. 24મીએ તેઓ ન્યૂયોર્કમાં ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ યુએનની મહાસભાને પણ સંબોધશે. જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ છે ત્યાં હજારો લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. અહીં એક ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી પીએમ સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના ભાષણ પહેલાં અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઘણાં અમેરિકન સાંસદ પણ હાજર રહેવાના છે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન મોદીની આ પહેલી અમેરિકાની મુલાકાત છે. 27 સપ્ટેમ્બરે મોદી અહીં સંયુક્ત રાષ્ટ્રસભા સંબોધવાના છે.મેડિસન સ્ક્વેર અને સિલિકોન વેલી કરતાં 3 ગણું મોટું આયોજન વડાપ્રધાન બન્યા પછી મોદીએ 2014માં અને 2015માં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તે સમયે મેડિસન સ્ક્વેર ગાર્ડન અને સેન જ્યોર્સ સિલિકોન વેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં 18-18 હજાર લોકોને સંબોધન કર્યું હતું. હ્યુસ્ટનનો કાર્યક્રમ તેની સરખામણીએ ત્રણ ગણો મોટો છે. અહીં 50 હજાર લોકો હાજર રહેશે. આ માટે 1100થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. ટેક્સાસમાં ભારતીય સમુદાયના 5 લાખથી વધુ લોકો રહે છે. હ્યુસ્ટનમાં દોઢ લાખ લોકો રહે છે.

Download Our B K News Today App



Related News