હ્રિતિક રોશનની એક્સ-વાઈફ સુઝેન ખાન ‘બિગ બોસ 14’ ફેમ અલી ગોલીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 13:44:57
  • Views : 341
  • Modified Date : 2021-03-13 13:44:57

    હ્રિતિક રોશનની એક્સ-વાઈફ સુઝેન ખાન એક્ટર અર્સલાન ગોનીને ડેટ કરતી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. અર્સલાન બિગ બોસ 14 કન્ટેસ્ટન્ટ અલી ગોનીનો ભાઈ છે અને હાલમાં જ તેણે અલ્ટ બાલાજીની વેબ સિરીઝ ‘મેં હીરો બોલ રહા હૂં’ સાઈન કરી છે. સિરીઝમાં તે નેગેટિવ રોલ પ્લે કરશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, 42 વર્ષીય સુઝેન આશરે 6 મહિનાથી અર્સલાનને ઓળખે છે. રિપોર્ટના કરેલા દાવા પ્રમાણે, બંનેની પ્રથમ મુલાકાત ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક કોમન ફ્રેન્ડથી થઇ હતી. હાલ તેઓ એકબીજાની નજીક આવ્યા છે.

    પિંકવિલાએ સૂત્રોના હવાલે તેમના રિપોર્ટમાં લખ્યું છે, સુઝેન અને અર્સલાનની બોડી લેન્ગવેજ પરથી ખબર પડી જાય છે કે, તેઓ માત્ર મિત્રો નથી. તેમનું રિલેશન તેના કરતાં વધારે છે. બંને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોમન ફ્રેન્ડ્સ સાથે હેન્ગઆઉટમાં સાથે હોય છે. 2014માં હ્રિતિક રોશનથી અલગ થઈને સુઝેન પોતાની જિંદગીમાં ધીમે-ધીમે આગળ વધી રહી છે.

    હ્રિતિક અને સુઝેનનાં લગ્ન 20 ડિસેમ્બર, 2000ના રોજ થયા હતા. આ કપલને બે દીકરા હ્રિદાન અને હ્રેહાન છે. 13 વર્ષ સુધી સાથે રહ્યા પછી ડિસેમ્બર, 2013માં બંનેએ મેરેજનો અંત લાવવા વિચાર્યું. હ્રિતિકે સેપરેશન સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, ‘સુઝેને મારાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તે 17 વર્ષનાં રિલેશનને પૂરું કરવા ઈચ્છે છે. મારા અને પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. હું મીડિયાને વિંનતી કરું છું કે અમારા રિલેશનમાં કોઈ દખલગીરી ના કરે અને પ્રાઇવસી રાખે. હું ઈચ્છું છું કે, આ ન્યૂઝ પછી મારા ચાહકો નિરાશ ના થાય અને લગ્ન માટે લોકોનો વિશ્વાસ અડગ રહે.’ બંનેનાં છૂટાછેડાને નવેમ્બર,2014માં ઓફિશિયલ મંજૂરી મળી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121