25 વર્ષની ઉંમરે ઈશાન કિશન કેવી રીતે બન્યો 60 કરોડનો માલિક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-03 13:30:13
  • Views : 120
  • Modified Date : 2023-09-03 13:30:13

એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની ટીમો શનિવારે પલ્લેકેલે સ્ટેડિયમમાં ઉતરી હતી અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ 25 વર્ષીય ઈશાન કિશને તકનો ફાયદો ઉઠાવ્યો અને શાનદાર અડધી સદી રમતી ટીમને સંભાળી. ઈશાન કિશન 2016માં ઈન્ડિયા  અંડર-19 ટીમની કેપ્ટનશીપ કર્યા બાદ ફેમસ થયો અને ત્યારથી તે ઘણું નામ અને પૈસા કમાઈ રહ્યો છે.ઈશાન કિશને પાકિસ્તાન સામે પાંચમા નંબરે બેટિંગ કરી અને 81 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા. તેનો દાવ ત્યારે આવ્યો, જ્યારે ભારતે તેની ચાર વિકેટ માત્ર 66 રનમાં ગુમાવી દીધી હતી. આ પછી તેણે પંડ્યા સાથે 138 રનની ભાગીદારી કરી અને ટીમની કમાન સંભાળી ટીમને સન્માનજનક સ્કોટ તરફ લઈ ગયો હતો.ઈશાન કિશન 2016માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો અને તેની કેપ્ટનશિપમાં ભારતને ફાઇનલમાં લઈ ગયો હતો. ત્યાંથી ઈશાનનું નસીબ ચમક્યું અને IPLની ટીમ ગુજરાત લાયન્સે તેને 3.5 કરોડમાં ખરીદ્યો હતો. 2018માં તે મુંબઈ ઈન્ડિયન્સમાં 6.2 કરોડની કિંમતે સામેલ થયો હતો. IPL 2022ની મેગા ઓક્શનમાં મુંબઈએ તેને 15.25 કરોડમાં ફરી ખરીદ્યો હતો. ઈશાનની કુલ નેટવર્થ 60 કરોડની આસપાસ છે. ઈશાન ઘણી જાહેરાતોમાં પણ દેખાય છે.તે Ceat, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, મન્યાવર જેવી બ્રાન્ડની જાહેરાતોમાં દેખાય છે.ઈશાન કિશનના પિતાનું નામ પ્રણવ કુમાર પાંડે છે. તેઓ એક કોન્ટ્રાક્ટર હતા અને કોન્ટ્રાક્ટના આધારે બાંધકામનું કામ કરતા હતા. તેમણે પોતાના પુત્રને ક્રિકેટર બનાવવા માટે ઘણી મહેનત કરી હતી અને આજે તેનો પુત્ર કમાલ કરી રહ્યો છે. ઈશાન એવો બેટ્સમેન છે જેણે વનડેમાં બેવડી સદી ફટકારી છે. ઈશાને ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. તે વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન છે.

Download Our B K News Today App



Related News