હોસ્પિટલની બેદરકારી : MPમાં મોત બાદ સ્વજનો 5 કલાક આજીજી કરતાં રહ્યાં છતાં ન મળી શબવાહિની; અંતે, બાઇક પર લઈ ગયા મૃતદેહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 12:29:45
  • Views : 227
  • Modified Date : 2022-03-19 12:29:45

હોસ્પિટલની બેદરકારી : MPમાં મોત બાદ સ્વજનો 5 કલાક આજીજી કરતાં રહ્યાં છતાં ન મળી શબવાહિની; અંતે, બાઇક પર લઈ ગયા મૃતદેહ

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે એક દૃશ્યએ બધાને હચમચાવી નાખ્યા હતા. મોત બાદ પણ તંત્રનો કહેર ઘટ્યો નહોતો. યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનોએ શબવાહિની માટે ડાયલ-100, સીએમએચઓથી લઈને CM હેલ્પલાઈન પર ફોન કરીને આજીજી કરતા રહ્યા હતા, પરંતુ તેઓ શબવાહિની મેળવી શક્યા નહોતા. બાદમાં નિરાશ થઈને તેઓ મૃતદેહને બાઇક પર લઇ જવા માટે 3 કલાક સુધી પ્રયાસ કરતા રહ્યા.

શાંતિનગર કોલોનીમાં રહેતા 20 વર્ષીય શંકર લાલ રૈકવારનું છતરપુર જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેના ભાઈ અશોક રૈકવાર અને ભાભી પૂજા ગુરુવારે બપોરે 2 વાગ્યે બમીઠાથી તેને જિલ્લા હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. સારવાર દરમિયાન સાંજે 6 કલાકે તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ બાદ એમ્બ્યુલન્સ ન મળતાં પરિવારજનોએ બાઇક પર બેસી મૃતદેહને લઇ ગયા હતા. બાઈકની પાછળ બેઠેલા યુવકે મૃતદેહને પકડી રાખ્યો હતો છતાં પણ તે સંભાળી શકતો નહોતો.

સાંજના 6 વાગ્યાથી પરિવારજનો મૃતદેહને ઘરે લઈ જવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ લાખ પ્રયત્નો કરવા છતાં પણ શબવાહિની મળી નહોતી. તેમણે -100, 108, CM હેલ્પલાઈનની સાથે, CMHOને પણ શબવાહિની માટે વિનંતી કરી હતી. લગભગ 5 કલાક સુધી તેઓ પરેશાન રહ્યા હતા. આખરે રાત્રે 11 વાગે થાકીને બાઇક પર મૃતદેહને લઈ જવાનું નક્કી કર્યું હતું. તેમણે મૃતદેહના હાથ બાંધી દીધા અને એકને પાછળ બેસીને તેને પકડી રાખવા કહ્યું. ત્રણેય બાઇક સ્ટાર્ટ કરીને થોડે આગળ ગયા તો મૃતદેહના પગ જમીન પર ઘસડાવા લાગ્યા હતા. મૃતદેહને બાઈક પર લઈ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી હતી.

પરિવારજનોનું કહેવું છે કે તેઓ ગરીબ છે, તેથી તે જિલ્લા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. મૃતદેહ અકડાઈ જવાને કારણે તેઓ તેને લઈ જઈ શકતા નહોતા. બાઇક ચલાવી રહેલા સઇદ ખાને જણાવ્યું હતું કે યુવકને પગમાં સોજો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સાંજે 6 વાગ્યે તેનું મૃત્યું થયું હતું. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. મૃત્યુ બાદ પણ તેમની પરેશાની ઓછી ન થઈ હતી.

જ્યારે એક ખાનગી એમ્બ્યુલન્સ ઓપરેટર નઈમ ખાનને એક પરિવારની પરેશાનીની જાણ થઈ તો તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. માનવતાનું કર્તવ્ય નિભાવતાં તેમણે તરત જ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મુકાવ્યો હતો. અને એને ગામમાં મોકલી આપ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિને જોતાં તેમણે રૂપિયા પણ લીધા ન હતા.

CMHO ડૉ. લખન તિવારીએ ફોન પર જણાવ્યું હતું કે મૃતકના ભાઈનો શબવાહિની માટે ફોન આવ્યો હતો. તેથી મેં તેમને કહ્યું હતું કે સમર્પણ ક્લબમાં વાહન માટે સંપર્ક કરો, ત્યાં વાહન છે.

 

 

Download Our B K News Today App



Related News