મહારાષ્ટ્રના નાસિકમાં સર્જાઓ ભયાનક અકસ્માત : બસમાં આગ લાગતાં 11ના મોત,38 ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 10:46:48
  • Views : 229
  • Modified Date : 2022-10-08 10:46:48

મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેને કારણે બસની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી અને તેના આગળના ભાગમાં આગ લાગી હતી. જોતજોતાંમાં બસ 20 મિનિટમાં બળીને ખાખ થઈ ગઈ હતી.આ અકસ્માતમાં બસમાં સવાર 11 લોકો જીવતા સળગી ગયા હતા. આ સિવાય 38 મુસાફર ઘાયલ થયા છે. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 4.30 વાગ્યે થયો હતો. કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. શિંદેએ કહ્યું- 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવશે.આ અકસ્માત નાસિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે થયો હતો. ચિંતામણિ ટ્રાવેલ્સની બસ હતી. એમાં 45-50 લોકો હતા. નાયબ પોલીસ કમિશનર અમોલ તાંબેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને મદદ કરી છે. દરેકને રૂ.5 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે.પૂજા ચવ્હાણ નામની મહિલા મુસાફરે જણાવ્યું હતું કે હું મારાં બે બાળકો સાથે બસમાં મુસાફરી કરી રહી હતી. અમે સૂતા હતા ત્યારે અચાનક લોકોની બૂમો સંભળાઈ. બસના આગળના ભાગમાં આગ લાગી હતી. તે પછી અમે અમારાં બે બાળકો સાથે બારીમાંથી કૂદી પડ્યાં. આમાં તેમનો હાથ દાઝી ગયો છે. જોકે આ પ્રયાસથી મારાં બંને બાળકો સુરક્ષિત છે. અમને બીજું જીવન મળ્યું છે. જો થોડું મોડું થઈ ગયું હોત તો અમારો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ જાનહાનિ બસના આગળના ભાગમાં થઈ છે. વહેલી સવાર હોવાથી મોટા ભાગના મુસાફરો સૂઈ ગયા હતા, જેથી તેમને બચવાની તક મળી ન હતી. મૃતકોમાં બસનો ડ્રાઈવર અને કેટલાંક બાળકો પણ સામેલ છે.વાશિમ જિલ્લાના લોનીની રહેવાસી અનિતા સુકદેવ ચૌધરીએ જણાવ્યું કે હું સૂતી હતી ત્યારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. હું સીટ પરથી નીચે પડી ગઈ. આ પછી બસના આગળના ભાગમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. મેં બારીમાંથી કૂદીને મારો જીવ બચાવ્યો. ફાયરબ્રિગેડ 20 મિનિટ બાદ અહીં પહોંચી હતી.

 

Download Our B K News Today App



Related News