બનાસકાંઠા જિલ્લાને ટોપ-થ્રી માં પહોંચાડતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 11:06:16
  • Views : 353
  • Modified Date : 2022-05-26 11:06:16


રાજકોટ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાની ઓપન બેડમીન્ટન સ્પર્ધામાં ડીસાના યુવાન પંકજભાઈ માધવાએ બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાને ટોપ-થ્રી માં પહોંચાડતા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

  સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લા વિદ્યાર્થીઓ ભણતરની સાથો સાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.ત્યારે તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા ૧૧માં ખેલ મહાકુંભનું સમાપન થયું છે.રાજકોટ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં ૨૩ અને ૨૪ મેના દિવસે રાજ્ય કક્ષાની ઓપન બેડમીંગ્ટન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતભરમાથી અલગ જિલ્લાની ૬૪ ટીમોએ ભાગ લીધો હતો.. ૬૪ ટીમોમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ ડીસાના યુવાન પંકજભાઈ માધવાની દ્વારા કરવામાં આવ્યું હતું.. અને પંકજભાઈએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.. અને પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાને ટોપ થ્રીમાં પહોંચાડ્યો હતો.. પંકજભાઈ દ્વારા હાંસલ કરવામાં આવેલી સિધ્ધી બદલ તેમનું રાજકોટ ખાતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.. બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરીને પરત ડીસા આવેલા પંકજભાઈનું ડીસા સ્પોર્ટ્સ કલબ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું..

Download Our B K News Today App



Related News