ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન: દેશમાં અચ્છે દિન આવી ગયા, હજૂ આગળ પણ અચ્છે દિન જોવા મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 11:14:22
  • Views : 236
  • Modified Date : 2022-06-12 11:14:22


ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન: દેશમાં અચ્છે દિન આવી ગયા, હજૂ આગળ પણ અચ્છે દિન જોવા મળશે


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે હતા અને આ દરમિયાન ખુખરી સંગ્રહાલય અને 80 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, દમણ અને દીવ પ્રશાસક પ્રફુલ પટેલ, ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર હતા. ગૃહમંત્રી અમિત શાહે આ દરમિયાન એક જાહેરસભાને પણ સંબોધન કર્યું હતું.


જાહેર સભાને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અચ્છે દિન  આવી ગયા છે, પણ આનાથી વધારે અચ્છે દિન આવશે. તેમણે કહ્યું કે, હું ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વાર દીવ આવ્યો છું. આજે પહેલી વાર પશ્ચિમી રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક દીવમાં થઈ. તમામ મુખ્યમંત્રી પ્રફુલ પટેલ દ્વારા કરવામાં આવેલી બેઠકથી ખુશ થઈને પાછા જઈ રહ્યા છે.  આ અગાઉ જ્યારે વિકાસ પ્રોજેક્ટનું વિતરણ કરવામાં આવતું હતું, તો દિલ્હીથી દીવ અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફક્ત નાની એવી ગ્રાંટ પહોંચતી હતી, હવે પ્રફુલ પટેલે અહીં વિકાસને ગતિ આપી છે. 


દીવમાં વિકાસ કામો પર કરી ચર્ચા


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, સમુદ્રી જીવન વિશે જાગૃતિ વધારવી, દ્વિપોની સફાઈ કરવી અને એકલ ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકને ખતમ કરવા માટે દુનિયા 8 જૂનના રોજ મહાસાગર દિવસ મનાવે છે. સમગ્ર દુનિયામાં તેના પર ચર્ચા થઈ. આપણે દીવમાં પણ આવું કરી ચુક્યા છીએ. જે એકમાત્ર એવો વિસ્તાર છે, જ્યાં સમગ્રપણે સૌર ઊર્જાથી કામ ચાલે છે. 


અમિત શાહે જાહેરસભામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે ગરીબોને ખતમ કરવાનું કામ કર્યું છે, જ્યારે નરેન્દ્ર મોદીએ ગરીબી હટાવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા પીએમ નરેન્દ્ર મોદીની ટિકા કરતા હતા, એટલા માટે હું તેમને પૂછવા માગુ છે કે, આપે દેશમાં 60 વર્ષ સુધી શાસન કર્યું. આપને વિજળી, અનાજ અને ઘર કેમ યાદ આવ્યા નહીં, કોંગ્રેસે ગરીબી ઉન્મૂલનના નામ પર ગરીબોને હટાવાનું કામ કર્યું છે, જ્યારે નરેન્દ્ર મોદીએ ગરીબી હટાવાના માટે કામ કર્યું છે. 


 


 


Download Our B K News Today App



Related News