ગૃહમંત્રીએ કહ્યું- શહીદ ખુદીરામ બોઝના ઘરે જઈને ઉર્જા મળી, મમતા જેવી નીચી રાજનીતિ નથી જોઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 13:47:04
  • Views : 353
  • Modified Date : 2020-12-19 13:47:04

    પશ્ચિમ બંગાળના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે અહીંના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. બીજેપી અને તૃણમૂલ સ્પષ્ટ રીતે સામ સામે આવી ગયા છે. ભાજપ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કોઈ કસર રાખવા માંગતા નથી અને તેમણે અહીંના ધારાસભ્યો અને કાર્યકર્તાઓને પણ 200+ સીટ જીતવાનો ટાર્ગેટ આપી દીધો છે. આ દરમિયાન મમતા પણ ભાજપ સરકારને સખતની ટક્કર આપી રહ્યા છે પરંતુ કેટલા સફળ થશે તે તો સમય જ બતાવશે. ભાજપે દર વખતની જેમ અને દરેક બિનભાજપ રાજયોમાં અપનાવે છે તેની રાજનીતિ અપનાવીને તૃણમૂલના સભ્યો તોડવાની શરૂઆત કરી દીધી છે. આમ, આ સંજોગોમાં માની શકાય છે કે, ભાજપ તૃણમૂલમાંથી તૃણ-તૃણ (તણખલાં) ભેગાં કરીને બંગાળમાં ભાજપનો માળો બાંધી જ દેશે. નોંધનીય છે કે, છેલ્લાં 3 દિવસમાં તૃણમૂલના ચાર સીનિયર નેતાઓએ પાર્ટી છોડી છે અને તેઓ ભાજપમાં જોડાશે તેવી સંપૂર્ણ શક્યતા છે.શુક્રવારે પાર્ટીના અલ્પસંખ્યક સેલના મહાસચિવ કબીરુલ ઈસ્લામે પાર્ટી છોડી છે. આ પહેલાં સીનિયર ધારાસભ્ય શુભેદું શીલભદ્ર દત્તા અને આસનસોલ નગર નિગમના ચેરમેન અને ધારાસભ્ય જિતેન્દ્ર તિવારીએ પણ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

    તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. પહેલા દિવસે તેમણે રામકૃષ્ણ મિશન જઈને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારપછી તેઓ સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝના ઘરે ગયા અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, ખુદીરામ બોઝના ઘરે આવીને નવી ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે. બે દિવસની મુલાકાતમાં તેઓ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીનું માળખું તૈયાર કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા નથી માગતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના પોઝિટિવ આવ્યા પછી અહીંનો ચૂંટણીમોર્ચો અમિત શાહ જાતે જ સંભાળી રહ્યા છે.અમિત શાહ મિદનાપુરમાં આજે રેલી કરવાના છે. આ દરમિયાન સંભળાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીથી નારાજ ટીએમસીના 9 ધારાસભ્ય અને એક સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમાં હાલ પાર્ટી છોડનાર તાકાતવર નેતા શુભેંદુ અધિકારી સિવાય ધારાસભ્ય શીલભદ્ર દત્તા સામેલ છે.

    ભાજપે 2021માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 249 સીટમાંથી 200 પ્લસ સીટનો લક્ષ્યાંક રાખ્યો છે. શાહ અને નડ્ડા ઘણી વખત જાહેર મંચ પરથી આ જાહેરાત કરી ચૂક્યા છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે બંગાળની 42માંથી 18 સીટ ભાજપના ખાતામાં ગઈ હતી.



Download Our B K News Today App



Related News