ગૃહમંત્રીએ કહ્યું- શહીદ ખુદીરામ બોઝના ઘરે જઈને ઉર્જા મળી, મમતા જેવી નીચી રાજનીતિ નથી જોઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 13:32:53
  • Views : 347
  • Modified Date : 2020-12-19 13:32:53

    તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. પહેલા દિવસે તેમણે રામકૃષ્ણ મિશન જઈને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારપછી તેઓ સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોઝના ઘરે ગયા અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, ખુદીરામ બોઝના ઘરે આવીને નવી ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે.બે દિવસની મુલાકાતમાં તેઓ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીનું માળખું તૈયાર કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા નથી માગતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના પોઝિટિવ આવ્યા પછી અહીંનો ચૂંટણીમોર્ચો અમિત શાહ જાતે જ સંભાળી રહ્યા છે.

    અમિત શાહ મિદનાપુરમાં આજે રેલી કરવાના છે. આ દરમિયાન સંભળાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીથી નારાજ ટીએમસીના 9 ધારાસભ્ય અને એક સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમાં હાલ પાર્ટી છોડનાર તાકાતવર નેતા શુભેંદુ અધિકારી સિવાય ધારાસભ્ય શીલભદ્ર દત્તા સામેલ છે.આ સમયે કેન્દ્ર અને મમતા સરકારના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો, ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો અને રાજ્ય અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ ન હોવાથી ખેંચતાણ વધી ગઈ છે. આ દરમિયાન અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા દર મહિને પશ્ચિમ બંગાળની મુલાકાત કરવાના છે. અહીં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા છે. પહેલાં નડ્ડા એક દિવસની મુલાકાતે ઉત્તરી બંગાળ ગયા હતા. થોડા દિવસ પહેલાં જ તેઓ ફરી બે દિવસની મુલાકાતે ગયા હતા.

- સવારે અમિત શાહે કોલકાતામાં શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમમાં સવારે 10.45 વાગે સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી.
- બપોરે 12.30 વાગે મિદનાપુરમાં મા સિદ્ધેશ્વરી મંદિરમાં પૂજા કરશે. ત્યાર પછી અહીં સ્વાતંત્ર્યસેનાની ખુદીરામ બોસને શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર પછી 1.25 વાગે દેવી મહામાયાના મંદિરે પૂજા કરશે.
- અહીંથી શાહ મિદનાપુરના બેલિજુરી ગામ જશે અને અહીં એક ખેડૂત પરિવારના ઘરે જમશે.
- 2.30 વાગે મિદનાપુર કોલેજ મેદાનમાં રેલી કરશે.


- સાંજે 7.30 વાગે ધી વેસ્ટિન કોલકાતામાં રાજ્યના કેન્દ્રીય મંત્રીઓ, સંગઠન સચિવ, ઝોનલ પર્યવેક્ષકો અને પ્રદેશ ભાજપ મહાસચિવ સાથે ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરશે.

    ભાજપે 2021માં થનારી વિધાનસભા ચૂંટણીમાં 249 સીટમાંથી 200 પ્લસ સીટનો લક્ષ્યાંક રાખ્યો છે. શાહ અને નડ્ડા ઘણી વખત જાહેર મંચ પરથી આ જાહેરાત કરી ચૂક્યા છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે બંગાળની 42માંથી 18 સીટ ભાજપના ખાતામાં ગઈ હતી.




Download Our B K News Today App



Related News