ગૃહમંત્રી અમિત શાહે રામકૃષ્ણ આશ્રમથી બંગાળ મિશનની શરૂઆત કરી, આજે મિદનાપુરમાં રેલી કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 12:26:42
  • Views : 341
  • Modified Date : 2020-12-19 12:26:42

    તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન અમિત શાહ શુક્રવારે રાત્રે કોલકાતા પહોંચી ગયા છે. પહેલા દિવસે તેમણે રામકૃષ્ણ મિશન જઈને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અહીં તેમણે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ અને બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા.બે દિવસની મુલાકાતમાં તેઓ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીનું માળખું તૈયાર કરશે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા નથી માગતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના પોઝિટિવ આવ્યા પછી અહીંનો ચૂંટણીમોર્ચો અમિત શાહ જાતે જ સંભાળી રહ્યા છે.


    અમિત શાહ મિદનાપુરમાં આજે રેલી કરવાના છે. આ દરમિયાન સંભળાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીથી નારાજ ટીએમસીના 9 ધારાસભ્ય અને એક સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમાં હાલ પાર્ટી છોડનાર તાકાતવર નેતા શુભેંદુ અધિકારી સિવાય ધારાસભ્ય શીલભદ્ર દત્તા સામેલ છે.આ સમયે કેન્દ્ર અને મમતા સરકારના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો, ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો અને રાજ્ય અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ ન હોવાથી ખેંચતાણ વધી ગઈ છે. આ દરમિયાન અમિત શાહની આ મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે અમિત શાહ અને પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડા દર મહિને પશ્ચિમ બંગાળની મુલાકાત કરવાના છે. અહીં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા છે. પહેલાં નડ્ડા એક દિવસની મુલાકાતે ઉત્તરી બંગાળ ગયા હતા. થોડા દિવસ પહેલાં જ તેઓ ફરી બે દિવસની મુલાકાતે ગયા હતા

Download Our B K News Today App



Related News