ડીસા શહેર ની સરદાર પટેલ સ્કૂલ ખાતે હોકી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લામાંથી ૫૦થી પણ વધુ રમતવીરો જોડાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-13 12:59:53
  • Views : 245
  • Modified Date : 2022-06-13 12:59:53


ડીસા શહેર ની સરદાર પટેલ સ્કૂલ ખાતે હોકી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લામાંથી ૫૦થી પણ વધુ રમતવીરો જોડાયા હતા અને સતત દસ દિવસ સુધી મેદાનમાં ભારે મહેનત કરી હતી.

 

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમત ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમત ગમત વિશે આગળ આવે તેવા આશયથી સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઇ સારૂ પ્રદર્શન કરતા હોય છે ત્યારે કોરોનાવાયરસ ની મહામારી બાદ બે વર્ષ બાદ પ્રથમવાર સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતા આ વર્ષે અસંખ્ય વિદ્યાર્થીઓ જોડાયા હતા ત્યારે ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે પણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાલનપુર દ્વારા આયોજિત સમર કોચિંગ કેમ્પ નું દસ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ અને બહેનો દસ દિવસ સુધી હોકી રમતનો કોચિંગ મેળવ્યું હતું ખેલ મહાકુંભ દ્વારા દર વર્ષે અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે જેમાં તાલુકા જિલ્લા ઝોન કક્ષા અને રાજ્ય કક્ષા નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે દરેક જિલ્લામાં પાંચ કે તેથી વધુ રમતો માં સારી પ્રતિભા ખેલાડીઓને મળી રહે તેથી જિલ્લા કક્ષાએ હાલમાં કોચીંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડીસાની સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે પણ દસ દિવસથી હોકીનું કોચિગ કેમ્પનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કોચિંગ કેમ્પમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ૫૦થી પણ વધુ રમતવીરો જોડાયા હતા અને સરદાર પટેલ હાઇસ્કુલ ના કોચ રાહુલભાઈ પરમાર દ્વારા તમામ રમતવીરોને પાંચ કલાક સુધી સતત મેદાનમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આ કેમ્પનો મુખ્ય હેતુ ખેલાડીઓ નવી સ્ટેટરસ સાથે કોચિંગમાં તેમની રમત માં સારું પ્રદર્શન અને સ્કિલ ડેવલોપમેન્ટ મેળવે તે માટે કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પ ના ખેલાડીઓ સ્પોર્ટ ફરતે જાગૃતિ આવે અને વધુમાં વધુ ખેલાડીઓ પોર્ટ તરફ વળે તેથી આ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News