બંગાળમાં ભાટપારામાં ફરી હિંસા ભડકી કેટલાક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-23 11:50:57
  • Views : 457
  • Modified Date : 2019-06-23 11:50:57

પશ્વિમ બંગાળના નોથ ૨૪ પરગના જિલ્લામાં હિંસાગ્રસ્ત ભાટપારામાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. જેમાં મોટી
સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. લોકો ઘાયલ થયા બાદ Âસ્થતિ તંગ બની ગઈ છે. બીજી બાજુ હરીફ જુથો દ્વારા કલમ ૧૪૪નો ભંગ કરવામાં આવ્યો છે. પોલીસે ટોળાને અલગ કરવા માટે જારદાર લાઠીચાર્જ કર્યો હતો. ભાટપારા વિસ્તારમાં વ્યાપક હિંસા ભટકી ઉઠ્યા બાદ Âસ્થતિ ખુબ તંગ બની ગઈ છે. ભાજપના ત્રણ સભ્યોનુ
પ્રતિનિધિમંડળ પહોંચી ગયા બાદ તરત જ હિંસાની શરૂઆત થઈ હતી. ઘટના સ્થળથી ભાજપનુ પ્રતિનિધિમંડળ રવાના થઈ ગયા બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. બંન્નેએ એકબીજા સામે બોમ્બમારો ચલાવ્યો હતો. એકબીજા ઉપર જારદાર પથ્થર મારો કર્યો હતો. આ હિંસામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. હિંસાને રોકવા માટે કલમ ૧૪૪ લાગુ કરી ચુકવામાં આવી છે. ભાટપારામાં ટીએમસી અને ભાજપ સાથે જાડાયેલા લોકોની ટીમ વચ્ચે આ અથડામણની શરૂઆત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી ભાટપારા વિસ્તારમાં તંગ Âસ્થતિ પ્રવર્તી રહી છે. નવેસરની હિંસાની ઘટના બાદ બંગાળમાં ફરી એકવાર કલમ ૧૪૪ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગુ કરી દેવામાં આવી છે. પશ્વિમ બંગાળના નોથ ૨૪ પરગના જિલ્લામાં હિંસા ભટકી ઉઠ્યા બાદથી મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી ચુકવામાં આવ્યા છે. ભાજપના નેતૃત્વમાં ત્રણ સભ્યો પ્રતિનિધિમંડળ હવે
પરિÂસ્થતિની સમીક્ષા કર્યા બાદ અહેવાલ સુપ્રત કરશે. ત્યારબાદ બંગાળમાં હિંસામાં સંદર્ભમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેમ માનવામાં આવે તેમ મનાય છે.

Download Our B K News Today App



Related News