હિમાચલ પ્રદેશના વિનાયકે સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું, સામેથી લોકોને ડસ્ટબિનમાં કચરો ફેંકવા માટે પ્રેરિત કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 17:32:40
  • Views : 451
  • Modified Date : 2019-10-06 17:32:40

150મી ગાંધી જ્યંતિના અવસરે ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સરકાર ઝુંબેશ ચલાવી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા પણ દેશને સ્વચ્છ અને સુંદર બનાવવના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રયાસમાં હિમાચલ પ્રદેશના ઉના ગામના 14 વર્ષીય વિનાયક રાણાએ અનોખો આવિષ્કાર રજૂ કરીને પોતાનું યોગદાન આપ્યું છે. 9મા ધોરણમાં ભણતા વિનાયક રાણાએ સ્માર્ટ ડસ્ટબિન બનાવ્યું છે, જે લોકોને કચરો ડસ્ટબિન એટલે કે કચરાપેટીમાં જ નાખવા માટે પ્રેરણા આપે છે. આ ડસ્ટબિનની 3 ફુટની આસપાસ કચરો ફેંકવાથી તે ‘યુઝ મી‘ બોલીને લોકોને કચરો કચરાપેટી માં જ નાખવાનો આગ્રહ કરે છે, સાથે જ કચરાને કચરાપેટીમાં નાખતાં તે લોકોનો આભાર પણ માને છે. વિનાયક પોતાના ડસ્ટબિનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત ઝુંબેશને સમર્પિત કરશે.ડસ્ટબિન કેવી રીતે કામ કરે છે?આ સ્માર્ટ ડસ્ટબિન 2 બેટરી પર કામ કરે છે. તેમાં સેન્સર લગાવવામાં આવ્યું છે. વિનાયકના ડસ્ટબિનમાં લાગેલું સેટઅપ કોઈ પણ ડસ્ટબિનમાં ફીટ કરી શકાય છે.વિચાર વિનાયક દરરોજ પોતાના ઘરની આસપાસ આમતેમ પડેલા કચરાના ઢગલાને જોતો હતો. તેને જોઈને વિનાયકને વિચાર આવ્યો કે તે એવું ડસ્ટબિન બનાવે જે લોકોને ગમે તેમ કચરો ફેંકતા રોકી શકે. વિનાયકે આ સ્માર્ટ ડસ્ટબિન તે 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે વર્ષ 2018માં બનાવ્યું હતું.ઉનાની કુટલેહડ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિનાયકના આવિષ્કારની તમામ મોટી સંસ્થાએ પ્રશંસા કરી છે. વિનાયકને ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત વર્ષ 2020માં જાપાનના એક રિસર્ચ સેન્ટર પણ મોકલવામાં આવશે.સ્વચ્છ ભારતને સફળતા મળશે. ઉનાના શિક્ષણ વિભાગના નોડલ ઓફિસર પ્રદિપ સિંહ જણાવે છે કે, ‘પ્રધાનમંત્રીની સ્વચ્છતાની ઝુંબેશને લઈને બાળકોમાં ઉત્સાહ છે. વિનાયક રાણાના આવિષ્કારથી સ્વચ્છ ભારતની ઝુંબેશને વધુ વેગ મળશે.’વિનાયકને તેના આવિષ્કાર માટે હિમાચલના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી સ્પર્ધામાં ઇનામ મળ્યું છે. આ સિવાય વિનાયક IIT દિલ્હીમાં યોજાયેલ એક સ્પર્ધામાં પણ પોતાના આવિષ્કારને દર્શાવી ચૂક્યો છે.

Download Our B K News Today App



Related News