હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળોમાં વરસાદ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:33:02
  • Views : 299
  • Modified Date : 2020-03-12 12:33:02

હિમાચલ પ્રદેશમાં ઠંડી થોડા વધુ દિવસો માટે વધી શકે છે.જેમાં મોસમ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે અહીંના પહાડી વિસ્તારોમાં વરસાદ અને મધ્યમ કક્ષાની બરફ વર્ષાની સંભાવના જોવા મળતા આગામી એક-બે દિવસ વધુ ઠંડી પડી શકે છે.ત્યારે અહીના પર્યટન સ્થળ જેવાકે શિમલા,નરકંડા,કુકરી,મનાલી,શિમલા સહીતના વિસ્તારોમાં જોરદાર ઠંડી ચાલુ રહેશે.ત્યારે શિમલામાં ૪.૮ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું અને કુકરી,મશોબ્રા,નરકંડા,સિમલામાં ૭ માર્ચના બરફની વર્ષા થઇ હતી.આમ લાહોલ અને સ્પીતિ જિલ્લામાં કેલાંગ શૂન્યથી નીચે ચાર ડીગ્રી સેલ્સીયસ તાપમાન સાથે પ્રદેશનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું.ત્યારે ડલહૌજીમા ર.૮ ડિગ્રી કુકરીમાં ૧.૩ ડિગ્રી સેલ્સીયસ અને ધર્મશાળા કસ્બામા ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. 

Download Our B K News Today App



Related News