હેમંત સોરેનને પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી પાર્ટીનું બિન-શરતી સમર્થન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 13:02:17
  • Views : 433
  • Modified Date : 2019-12-25 13:02:17

ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. પરંતુ એ પહેલા બાબૂલાલ મરાંડીની ઝારખંડ વિકાસ મોર્ચા પાર્ટીએ ગઠબંધન સરકારને કોઇપણ શરત વગર સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે JVM દ્વારા સંબોધિત પત્રકાર પરિષદમાં પાર્ટી પ્રમુખ બાબૂલાલ મરાંડીએ જાતે જ આ જાહેરાત કરી હતી. કારણ કે વિપક્ષ ગઠબંધનમાં તેમની પાર્ટી JVMને સામેલ કરવામાં આવી ન હતી. જોકે બહુમતી મળ્યા પછી ગઠબંધને JVM પાસેથી સમર્થન માંગ્યુ ન હતું. પરંતુ મંગળવારે પાર્ટીએ જાતે જ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી હતી.આમ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઝારખંડ વિકાસ મોર્ચાને કુલ ત્રણ સીટો પર જીત મળી હતી. જેમાં બાબૂલાલ મરાંડી તરફથી સમર્થનની જાહેરાત થતાંની સાથે જ હેમંત સોરેન તેમના આવાસ પર પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.આમ હેમંત સોરેને ભાવી સરકાર માટે મરાંડી પાર્ટીના સમર્થનની પ્રશંસા કરી હતી.  

Download Our B K News Today App



Related News