પૂર્વોત્તર ભારતમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે વિનાશ, 19 લોકોનાં મોત નીપજ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:48:45
  • Views : 65
  • Modified Date : 2025-06-01 10:48:45

- મૂશળધાર વરસાદથી 12,000 લોકો અસરગ્રસ્ત

- અગરતલા, મણિપુરમાં અનેક નદીઓ જોખમી સ્તરથી ઉપર વહેતા પૂરનું જોખમ, આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી

દેશમાં નેઋત્યના ચોમાસાએ સમય પહેલાં પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હતું. હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે. મિઝોરમ, અસમ, મણિપુરથી લઈને ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

પૂર્વોત્તર ભારતમાં મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે અને ભૂસ્ખલન તથા ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો તૂટી પડયા છે, જેના પગલે 12000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને સેંકડો લોકો વિવિધ સ્થળો પર ફસાયા હોવાની આશંકા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી આપી છે.

Download Our B K News Today App



Related News