સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થાય તેવી શકયતા, કદાચ મહામારીના સૌથી ખરાબ સમયનો અંત આવ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 11:34:08
  • Views : 343
  • Modified Date : 2020-12-21 11:34:08

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વેક્સિન લગાવવાનું કામ જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. તેમણે એ પણ કહ્યું કે ભારતમાં કદાચ કોરોના મહામારીનો ખરાબ સમય પૂર્ણ થઈ ગયો છે. તેમણે એ પણ કહ્યું કે જાન્યુઆરીના કોઈ પણ સપ્તાહમાં ભારત તેના નાગરિકોને વેક્સિન આપવાની સ્થિતિમાં હશે.કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન રવિવારે ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈ પણ સપ્તાહમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. આપણે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા છે. જોકે અમારી પ્રથમિકતા છે કે વેક્સિન સુરક્ષિત અને ઈફેક્ટિવ રહે. એ બાબતે અમે કોઈ પણ પ્રકારનું સમાધાન નહિ કરીએ.

    હર્ષવર્ધને કહ્યું કેટલાક મહીના પહેલા દેશમાં કોરોનાના 10 લાખ એક્ટિવ કેસ હતા, જે હવે ત્રણ લાખ છે. સંક્રમણના એક કરોડ મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેમાંથી 95 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તેમાંથી 95 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી વધુ છે. મને લાગે છે કે જેટલી તકલીફથી આપણે પસાર થયા છે તે હવે ખત્મ થવાની દિશામાં છે.સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર છેલ્લા ચાર મહાનાથી રાજ્ય સરકારની સાથે મળીને રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર વેક્સિનેશનની તૈયારીઓ કરી રહી છે. 260 જિલ્લામાં 20 હજાર વર્કર્સને તેની ટ્રેનિંગ આપવામાં આવી. આપણી કોશિશ રહેશે કે પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વેક્સિને આપવામાં આવે. જોકે કોઈ તેને લેવા માંગતું ન હોય તો તેની પર દબાણ કરવામાં આવશે નહિ.

    ભારતને પોલિયોની જેમ કોરોના મુકત કરવું શકય છે ? તે અંગેના સવાલ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પોલિયો અને COVID-19 અલગ-અલગ બીમારીઓ છે. પોલિયોને ખત્મ કરવો તે વૈજ્ઞાનિક રીતે શકય હતું. કોરોનાવાઈરસના કેસ પણ ઘટશે.



Download Our B K News Today App



Related News