સરકાર સાથે છઠ્ઠા રાઉન્ડની ચર્ચા પહેલા હરિયાણાના ખેડૂતોમાં વિભાજન, 1.20 લાખ ખેડૂતોએ સરકારનું સમર્થન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 14:54:36
  • Views : 446
  • Modified Date : 2020-12-08 14:54:36

    કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે. ખેડૂતોની સરકારની સાથે બુધવારે એટલે કે આવતીકાલે છઠ્ઠા રાઉન્ડની વાતચીત થવાની છે. આ વાતચીત પહેલા જ હરિયાણામાં ખેડૂતો બે ભાગમાં વિભાજીત થઈ ગયા છે. 10.12 લાખ ખેડૂતોએ સરકારને પત્ર લખીને કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું કે નવા કાયદાને પરત લેવો ન જોઈએ. હરિયાણાના ફોર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPOs) સાથે જોડાયેલા ખેડૂતોએ આ વાત જણાવી છે. જો કે, તેમણે ખેડૂતોના અભિપ્રાય મુજબ કાયદામાં સંશોધન કરવાની ભલામણ પણ કરી છે.13 દિવસથી પ્રદર્શન કરી રહેલ ખેડૂતોથી દિલ્હી ચારે તરફથી ઘેરાઈ ચૂક્યું છે. આજે ભારત બંધની અપીલ કરવામાં આવી હતી. 20 જેટલી રાજકીય પાર્ટીઓ અને 10 ટ્રેડ યુનિયન ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. હરિયાણાથી જોડાયેલી દિલ્હીની 4 સરહદ સંપૂર્ણ પણે બંધ છે, ફ્ક્ત 2 સરહદ નાના વાહનો માટે ખુલ્લી છે.    ભારતીય ખેડૂત યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરીએ છીએ. જે લોકો 2-3 કલાક માટે બંધમાં ફસાઈ જશે, તે લોકોને અમે પાણી અને ફળ પહોંચાડીશું.



Download Our B K News Today App



Related News