અમિત શાહની ફટકાર બાદ હરિયાણા ભાજપ અધ્યક્ષનુ રાજીનામુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-24 14:45:08
  • Views : 392
  • Modified Date : 2019-10-24 14:45:08

હરિયાણામાં સતત બીજી વખત સત્તા પર આવવાનુ ભાજપનુ સ્વપ્ન ખતરામાં પડી ગયુ છે. હરિયાણામાં ચાલી રહેલી મતગણતરીમાં ભાજપને પડેલા ફટકા બાદ હરિયાણાના ભાજપ અધ્યક્ષ પાસેથી રાજીનામુ લઈ લેવાયુ છે.મળતી વિગતો પ્રમાણે ખટ્ટર સરકારનો અબ કી બાર ..75ને પારનો નારો તો ફેલ થઈ જ ચુક્યો છે પણ સાદી બહુમતીના પણ ભાજપને ફાંફા પડે તેવા પરિણામો જોવા મળી રહ્યા છે. તેના કારણે અમિત શાહે લગાવેલી ફટકાર પછી હરિયાણા ભાજપ અધ્યક્ષ પદેથી સુભાષ બરાલાને રાજીનામુ આપવાની ફરજ પડી છે.સુભાષ બરાલાને હરિયાણામાં જાટ સમુદાયને રીઝવવાની કામગીરી ભાજપે સોંપી હતી પણ તે પોતે જ ટોહના બેઠક પર 25000 કરતા વધારે મતથી પાછળ ચાલી રહ્યા છે. બરાલાએ ભાજપ હાઈ કમાન્ડને રાજીનામુ મોકલી આપ્યુ છે.ભાજપ માટે આ પરિણામો આંચકા સમાન છે.કારણકે કલમ 370 હટાવાયા બાદ ભાજપને હરિયાણામાં પોતાની જીત નિશ્ચિત લાગતી હતી. ખુદ પીએમ મોદીએ હરિયાણામાં પ્રચાર કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. હવે હરિયાણામાં ભાજપને એકલા હાથે સરકાર બનાવવાના પણ ફાંફા પડે તેવી સ્થિતિ આવીને ઉભી રહી છે.

Download Our B K News Today App



Related News