સોશિયલ મિડિયા ઉપર જારદાર દહેશત ફેલાઈ કોરોના બાદથી ચીનમાં હન્ટા વાયરસ ફેલાયો એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-25 12:10:23
  • Views : 792
  • Modified Date : 2020-03-25 12:10:23

કોરોના વાયરસને લઇને દુનિયાભરના દેશોમાં હાહાકાર મચેલો છે ત્યારે નવા વાયરસ હન્ટાએ ચીનમાં નવી ચર્ચા જગાવી દીધી છે. આના કારણે ચીનમાં એક વ્યક્તનું મોત થયું છે. સોશિયલ મિડિયા ઉપર પણ ચારેબાજુ આની ચર્ચા છે. કોરોના વાયરસથી મુશ્કેલીમાં મુકાયેલા ચીનના યુનાન પ્રાંતમાં એક વ્યક્તનું હન્ટા વાયરસના કારણે મોત થયું છે. અસરગ્રસ્ત વ્યÂક્ત હન્ટા વાયરસથી અસરગ્રસ્ત હતી અને કામ માટે શાનડોન્ગ જઈ રહી હતી. આ સંદર્ભમાં માહિતી આપતા સોશિયલ મિડિયા ઉપર
હાહાકાર મચી ગયો છે. આ વાયરસ કોરોનાની જેમ જ ખતરનાક ન બને તેની પણ ચર્ચા છેડાઈ ગઈ છે. હન્ટા વાયરસ પોઝિટિવ આવ્યા બાદ બસમાં રહેલી ૩૨ અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોએ ટ્‌વટર પર એવી દહેશત ફેલાવી છે કે, આ કોરોનાની જેમ જ હાહાકાર મચાવી શકે છે. જા ચીનના લોકો પ્રાણીઓને જીવિત ખાઈ જવાની પ્રક્રિયા બંધ નહીં કરે તો ચીનમાં આ પ્રકારની સ્થતિ સર્જાતી રહેશે. ચીની લોકો હવે એક યોજના પર કામ કરી રહ્યા છે. આ હન્ટા વાયરસ ઉંદરો ખાવાથી થાય છે. સોશિયલ મિડિયા પર જારી ચર્ચા વચ્ચે કેટલીક વિગતો સપાટી ઉપર આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ટ્‌વટર પર માહિતી પણ આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોના વાયરસની જેમ હન્ટા વાયરસ એટલો ખતરનાક નથી. આ વાયરસ ઉંદર અથવા તો અન્ય પ્રાણીઓના સંપર્કમાં વ્યÂક્ત આવે તો થાય છે. સેન્ટર ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કહેવા મુજબ ઉંદરોના ઘરની અંદર અને બહાર કરવાથી હન્ટા વાયરસના ઇન્ફેક્શનનો ખતરો રહે છે. જા કોઇ સ્વસ્થ વ્યÂક્ત છે તો પણ હન્ટા વાયરસના
સંપર્કમાં આવે છે તો ખતરો રહે છે. જા કે, આ વાયરસ એક વ્યક્તથી બીજી વ્યÂક્તમાં ફેલાતો નથી પરંતુ ઉંદરથી આવાયરસ ફેલાય છે. આ વાયરસમાં પણ તાવ, માથામાં દુખાવા, પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. મોડેથી સારવાર કરવામાં આવે તો અસરગ્રસ્ત વ્યÂક્તના ફેફસામાં પાણી ભરાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સીડીસીના આંકડા મુજબ આ વાયરસ જીવલેણ છે. અસરગ્રસ્ત લોકોના મૃત્યુનો દર ૩૮ ટકા છે.  ચીનમાં હન્ટા વાયરસનો મામલો એવા સમયમાં સપાટી ઉપર આવ્યો છે જ્યારે દુનિયાભરમાં ૧૭૦૦૦ જેટલા લોકોના મોત કોરોના વાયરસથી થઇ ચુક્યા છે અને ૧૯૬ દેશોમાં તેનો આતંક છે. કેસો સતત વધી રહ્યા છે.

માનવીથી માનવીમાં ફેલાતો નથી
ભારતમાં હન્ટાથી કોઇ જ દહેશત ન હોવાનો ધડાકો
હન્ટા વાયરસને લઇને હવે ચર્ચા છે. ભારતને કેટલો ખતરો છે તેને લઇને પણ ચર્ચા છેડાઈ છે. આ વાયરસ ઉંદરોમાં જાવા મળે છે. માનવીમાં તેના ઇન્ફેક્શનના કેસ દુર્લભ રહેલા છે. કારણ કે સૂર્યપ્રકાશની રોશનીમાં આવ્યા બાદ આ વાયરસ ખતમ થઇ જાય છે. એક વ્યÂક્તથી બીજી વ્યક્તમાં આ વાયરસ ફેલાતો નથી. નોવેલ કોરોના વાયરસ બાદ આ વાયરસ સપાટી ઉપર આવ્યો છે. તમામ લોકો જાણે છે કે, વર્ષ ૨૦૦૮માં તમિળનાડુમાં હન્ટા વાયરસ ફેલાયો હતો. મુંબઈમાં ૨૦૧૬માં એક વ્યક્તનું મોત પણ થયું હતું. રિપોર્ટ મુજબ ફેફસાથી બ્લડિંગ આ રોગમાં થાય છે. ભારતમાં આ પ્રકારના રોગનો ખતરો રહેલો નથી. તમિળનાડુના વેલ્લોર જિલ્લામાં હન્ટા વાયરસ ફેલાયો હતો. તે વખતે ઇરુલ્લા સમુદાયના ૨૮ લોકો અસરગ્રસ્ત થયા હતા.

Download Our B K News Today App



Related News