જ્ઞાનવાપી મસ્જિદ સર્વે: શિવલિંગ મળવાની જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે, કોર્ટે આપ્યા મોટા આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 13:25:11
  • Views : 704
  • Modified Date : 2022-05-16 13:25:11

જ્ઞાનવાપી મસ્જિદ સર્વે: શિવલિંગ મળવાની જગ્યાને તાત્કાલિક સીલ કરવામાં આવે, કોર્ટે આપ્યા મોટા આદેશ

 

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કર્યા બાદ કોર્ટે આ જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસી કોર્ટે જિલ્લા અધિકારીને આદેશ આપતા કહ્યું કે, જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તે જગ્યાને તાત્કાલિક સીલ કરી દેવામા આવે અને ત્યાં કોઈ વ્યક્તિને જવા દેવા નહીં. તેની જવાબદારી જિલ્લા પ્રશાસન અને સીઆરપીએફને સોંપવામાં આવી છે. 

 

કોર્ટે અધિકારીઓને વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરવા કહ્યું છે. પોતાના આદેશમાં વારાણસી કોર્ટે કહ્યું કે, જિલ્લા અધિકારી, પોલીસ કમિશ્નર અને સીઆરપીએફ કમાંડેંટને આદેશ આપવામાં આે છે કેે, જે સ્થાન પર સીલ કરવામાં આવે તે જગ્યાને સુરક્ષિત અને સંરક્ષિત કરવામાં પૂર્ણપણે વ્યક્તિગત જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે.

 

હિન્દુ પક્ષે શિવલિંગ મળ્યાનો કર્યો દાવો

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે તો ખતમ થઈ ગયો છે. પણ દાવો કર્યો તેના પર ભારે ચર્ચા થઈ રહી છે. ત્રીજા અને અંતિમ દિવસે સર્વેનું કામ પુરુ કરતા જેવી ટીમ બહાર આવી કે, હિન્દુ પક્ષે શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરવા લાગ્યા હતા. હિન્દુ પક્ષના જણાવ્યા અનુસાર, જેવું અંદરથી પાણી નિકળ્યું કે લોકો ઝૂમવા લાગ્યા હતા. કારણ કે ત્યાં 12.8 ફૂટ વ્યાસનું શિવલિંગ હતું.

 

હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે દાવો કર્યો છે કે, પાણી હટતા જ શિવલિંગ પ્રગટ થઈને સામે આવ્યું છે. દાવો છે કે, નંદીની મૂર્તિની ઠીક સામે શિવલિંગનો વ્યાસ 12 ફૂટ 8 ઈંચ છે. તેની ઉંડાઈ ખૂબ વધારે છે. તો વળી હિન્દુ પક્ષકાર સોહનલાલ આર્યે કહ્યું કે, આજે બાબા મળ્યા, કલ્પનાથી પણ વધારે પુરાવા મળ્યા છે. 

 

Download Our B K News Today App



Related News