મોદીની ગુરૂવાયુર મંદિરમાં પુજા, કમળના ફુલથી તોલ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 13:32:09
  • Views : 456
  • Modified Date : 2019-06-09 13:32:09

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના પાંચ હજાર વર્ષ પહેલાના અતિ પ્રાચીન ગુરૂવાયુર કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં તુલા ભરણ પુજન પરંપરા  હેટળ તેમને કમળના ફુલોથી તોલવામા આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલ મુજબ પુજા અર્ચના કરવા માટે એક મુસ્લિમ  કિસાન પરિવાર પાસેથી જ ૧૧૨ કિલો કમળના ફુલની ખરીદી કરવામાં આવી હતી. એમ માનવામાં આવે છે કે કમળના આ ફુલની ખરીદી તિરુનવાયાના એક  મુસ્લિમ ખેડુત પાસેથી કરવામાં આવી હતી. ત્રિશુરના ગુરૂવાયુર મંદિર કેરળના અને દુનિયાના સૌથી પ્રાચીન મંદિર પૈકી એક મંદિર છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ મોદી આજે કેરળમાં છે. મોદી પરંપરાગત વેશભુષામાં મંદિરમાં પુજા કરવા માટે પહોચ્યા હતા. ત્રિશુરના ગુરૂવાયુર મંદિરમાં દર્શન અને પુજા ઉપરાંત મોદી એક જનસભા પણ કરનાર છે. ગુરૂવાયુર દેવાસમ બોર્ડના ચેરમેન કેબી મોહનદાસે કહ્યુ હતુ કે મોદી માટે ૧૧૨ કિલોગ્રામ કમળની ખરીદી કરવામાં આવી હતી. મલ્લાપુરમાં પ્રી મોનસુનની સ્થિતિને ધ્યાનમાં લઇને કેટલાક ફુલ તમિળનાડુથી પણ મંગાવવામા ંઆવ્યા હતા. એવી માન્યતા છે કે ગુરૂવાયુર મંદિરમાં કૃષ્ણ મુર્તિ કળયુગની શરૂઆતમાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્રિશુરને કેરળના દ્ધારકા તરીકે પણ ગણવામાં આવે છે. વડાપ્રધાન મોદી આજે સવારે ગુરુવાયુર પહોંચ્યા હતા જ્યાં તેઓએ લોકપ્રિય કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. અહીં એક વ્યક્તિને  તરાજુ ઉપર બેસાડીને તેમના વચન સમાન ફુલ, ફળફળાદી જેવી ચીજા ભગવાનને દાન કરવામાં આવે છે.પૂજા બાદ મોદીએ ટ્વિટ  કરીને કહ્યું હતું કે, તેઓએ દેશની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. પોતાના ટ્વીટર  એકાઉન્ટમાં મોદીએ લખ્યું છે કે, ગુરુવાયુર મંદિર દિવ્ય અને ભવ્ય છે. મંદિરમાં તુલાદાન સમયનો ફોટો પણ જારી કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે, ગુરુવાયુર મંદિરથી એક પવિત્ર ક્ષણ લોકો જાઈ શકે છે. મોદીએ ભગવાન કૃષ્ણને જુદી જુદી ચીજા અર્પણ કરી હતી. આશરે ૨૦ મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા ત્યારબાદ ચાલતા સંકુલમાંસ્થિત  મંદિરના ગેસ્ટહાઉસમાં પહોંચ્યા હતા. તેમની સાથે કેરળના રાજ્યપાલ સદાશિવમ, કેન્દ્રીય વિદેશરાજ્યમંત્રી વી. મુરલીધરન અને રાજ્યના મંત્રી પણ ઉપસ્થિત  રહ્યા હતા.  કેરળમાં ૧૦૦ વર્ષથી વધુ સમયથી મુસ્લિમ પરિવારની એક ટીમ કમળના કારોબાર સાથે જાડાયેલી છે. તેમની પાસેથી જંગી ખરીદી કરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News