ગુજરાત સરકારની મોટી જાહેરાત, હવે ઓટોમેટિક કારથી પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 18:08:46
  • Views : 470
  • Modified Date : 2019-09-19 18:08:46

ફોર વ્હીલર માટેના ડ્રાઈવિંગ ટેસ્ટને લઈ રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવેથી ઓટોમેટિક કારથી પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. આ ઉપરાંત, કારમાં લાગેલા રિવર્સ કેમેરાને પણ અત્યારસુધી ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન ઢાંકી દેવામાં આવતો હતો. જોકે, હવે ટેસ્ટ આપનાર પાર્કિંગ કેમેરાનો પણ ઉપગોય કરી શકશે. આરટીઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં રોજેરોજ લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આવતા હોય છે. જોકે, સેન્સર આધારિત ટ્રેક અમલમાં આવ્યા બાદ મોટાભાગના લોકોને કાર માટે એકથી વધુ વાર ટેસ્ટ આપવો પડતો હતો, અને આરટીઓના ધક્કા ખાવા પડતા હતા. નિયમોમાં થયેલા ફેરફારથી હજારો લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. અત્યાર સુધી લાઈસન્સ માટે ગિયરવાળી કારથી ટેસ્ટ ડ્રાઈવ લેવાતી હતી.

Download Our B K News Today App



Related News