દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 18:14:06
  • Views : 622
  • Modified Date : 2019-07-07 18:14:06

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આજે પણ પોતાની અવિરત મેઘધારા વરસાદી હતી. જેના કારણે વલસાડ ને વાપીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાપીમાં રાત્રિના 12 વાગ્યાથી રવિવારે સવારના દસ વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા. વાપી મુંબઈ હાઈ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા.મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી.મધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News