દેવું ચૂકવવા માટે વોડાફોને અને આઇડિયા માં હિસ્સો લઈ શકે છે સરકાર.

  • Published By :
  • Published Date : 2022-09-09 17:01:07
  • Views : 203
  • Modified Date : 2022-09-09 17:01:07

સૂત્રોના જણાવ્યા અનુસાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ધોરણો મુજબ, એક્વિઝિશન માત્ર સમાન મૂલ્ય પર થવું જોઈએ. VILના શેરની કિંમત રૂ.10 આસપાસ સ્થિર થયા પછી ટેલિકોમ વિભાગ હિસ્સો સંપાદનને મંજૂરી આપશે. VIL પર સરકારને વ્યાજ તરીકે લગભગ રૂ.16,000 કરોડ ચૂકવવાના છે. જવાબદારીના બદલામાં, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સરકારને શેર દીઠ રૂ. 10નો હિસ્સો ચૂકવવાની ઓફર કરી છે. હિસ્સાના સંપાદન પછી, VILમાં સરકારનો હિસ્સો લગભગ 33% હશે જ્યારે કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 74.99%થી ઘટીને 50%થી નીચે આવી જશે. VIL પર 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ રૂ. 1,94,780 કરોડનું દેવું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટર, 2022ના અંતે દેવું વધીને રૂ. 1,99,080 કરોડ થયું છે. વોડાફોન ઈન્ડિયાના પ્રમોટર અને ચેરમેન કુમાર મંગલમ બિરલા છે. તેઓ કંપનીમાં 27% અને યુકેની કંપની વોડાફોન PLCમાં 44% હિસ્સો ધરાવે છે. કંપનીની વર્તમાન માર્કેટ કેપ રૂ.31,200 કરોડ છે. કંપનીની ખરાબ હાલત જોઈને બંને પ્રમોટરોએ કંપનીમાં નવું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News