ભારત સરકારે BCCIને પત્ર દ્વારા ખેલાડીઓની જાહેરાત સંબંધિત બાબતો પર અંકુશ લગાવવા વિનંતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-02 15:32:41
  • Views : 177
  • Modified Date : 2024-08-02 15:32:41

ભારત સરકારે BCCIને પત્ર દ્વારા ખેલાડીઓની જાહેરાત સંબંધિત બાબતો પર અંકુશ લગાવવા વિનંતી કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે ખેલાડીઓ તમાકુ અને સંબંધિત ઉત્પાદનોની જાહેરાત ન કરે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે BCCI પ્રમુખ રોજર બિન્નીને લખેલા પત્રમાં કહ્યું છે કે, બોર્ડ દ્વારા વિવિધ ટૂર્નામેન્ટ તેમજ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તમાકુની જાહેરાતોને મંજૂરી આપવી જોઈએ નહીં.સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક પત્ર દ્વારા જણાવ્યું છે કે, આપણા દેશમાં ખેલાડીઓ ખાસ કરીને ક્રિકેટરો યુવાનો માટે રોલ મોડલ છે. તે "નિરાશાજનક" છે કે કેટલાક મોટા ક્રિકેટરો અને જાણીતા અભિનેતાઓ IPL જેવી ટુર્નામેન્ટ દરમિયાન તમાકુ, દારૂ અને અન્ય સંબંધિત ઉત્પાદનોની સરોગેટ જાહેરાતો કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News