ભારત સરકારની મોટી કાર્યવાહી: 22 YouTube ચેનલ્સને કરી દીધી બ્લોક, પાકિસ્તાનની ચેનલ્સ પણ બૈન કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-05 16:23:50
  • Views : 224
  • Modified Date : 2022-04-05 16:23:50

મિનિસ્ટ્રી ઓફ ઈન્ફ્રોર્મેશન એન્ડ બ્રાડકાસ્ટિંગે IT Rules 2021 અંતર્ગત ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 22 YouTube ચેનલ્સ, 3 ટ્વિટર અકાઉન્ટ અને એક ફેસબુક અકાઉન્ટ તથા એક ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બ્લોક કરવામા આવેલા યુટ્યૂબ ચેનલ્સ પાસે કુલ 260 કરોડ વ્યૂઅરશિપ હતી, આ અકાઉન્ટ્સ અને ચેનલ્સનો ઉપયોગ કરીને સંવેદનશીલ અને ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને પબ્લિક ઓર્ડર સાથે જોડાયેલ ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી ફેલાવા માટે કરવામાં આવી રહ્યા હતા. 

IT Rules 2021ના આધારે આ પ્રથમ ઘટના છે, જ્યારે ભારતીય યુટ્યૂબ ચેનલ્સ પર એક્શન લેવામાં આવી હોય. આપને જણાવી દઈએ કે, સરકારે ગત વર્ષે ફેબ્રુઆરીમાં આઈટી રુલ્સ 2021નું નોટિફિકેશન જાહેર કર્યું હતું. લેટેસ્ટ બ્લોકિંગ ઓર્ડર અંતર્ગત 18 ભારતીય અને 4 પાકિસ્તાનની યુટ્યૂબ ચેનલ્સને બેન કરી છે. 

આ યુટ્યૂબ ચેનલ્સનો ઉપયોગ અલગ અલગ મુદ્દા પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામા આવી રહ્યો હતો. ખાસ કરીને ભારતીય સેના, જમ્મુ કાશ્મીર જેવા મુદ્દા પર ખોટી પોસ્ટ આ ચેનલ્સ દ્વારા કરવામા આવી રહી હતી. વિવિધ સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ભારત વિરોધી કંટેટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ભારતીય યુટ્યૂબ ચેનલ્સ દ્વારા યુક્રેનની સ્થિતિ પર પણ કેટલીય ખોટી જાણકારી શેર કરવામાં આવી છે. તો વળી બીજા દેશોની સાથે સાથે ભારતના સંબંધોને પ્રભાવિત કરવાની ચાલ આ ચેનલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી હતી. 

 

ભારત વિરુદ્ધ ખોટી જાણકારી ફેલાવામાં આવતી હતી

બ્લોક કરવામાં આવેલી યુટ્યૂબ ચેનલ્સમાં કેટલીય ટીવી ચેનલ્સના લોગો અને ટેમ્પલેટનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ ચેનલ્સે પોતાના પોસ્ટના થમ્બ નેલમાં કેટલીય ટીવી એંકર્સની તસ્વીરોનો પણ ઉપયોગ કર્યો હતો, જેમાં વ્યૂયર્સ અવળા રસ્તે ફંટાઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા થમ્બનેલ અને ટાઈટલ સાથે પોસ્ટ કરવામાં આવી હતી. અમુક કેસમાં ભારત વિરોધી ફેક ન્યૂઝને પાકિસ્તાનમાંથ ફેલાવામાં આવી રહ્યા હતા. 

આ નિર્ણય સાથએ ગત વર્ષે ડિસેમ્બર એટલે કે, 2021થી અત્યાર સુધીમાં મિનિસ્ટ્રીએ 78 યુટ્યૂબ ચેનલ્સને બ્લોક કરી છે. તેની સાથે જ કેટલાય સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને પણ બ્લોક કરવામાં આવ્યા છે. જે દેશની સુરક્ષા અને પબ્લિક ઓર્ડરના મુદ્દા પર ખોટી જાણકારી ફેલાવી રહ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર એક પ્રામાણિક, વિશ્વાસુ અને સુરક્ષિત ઓનલાઈન સમાચાર મીડિયા એનવાર્યમેંટ સિનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે. 

 

 

Download Our B K News Today App



Related News