સરકારના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 17:34:56
  • Views : 393
  • Modified Date : 2019-12-24 17:34:56

કેન્દ્ર સરકારે દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ) માટે સેવા શરતો જાહેર કરી દીધી છે. જેમાં મંગળવારે કેબિનેટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સી.ડી.એસનું પદ 4 સ્ટાર જનરલ બરાબર હશે. જેમાં કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે સી.ડી.એસ સરકારના મુખ્ય સૈન્ય સલાહકાર હશે. જેઓ ત્રણેય સેનાઓના પ્રમુખ પહેલાંની જેમ જ તેમના વિસ્તાર સંબંધિત મામલે રક્ષામંત્રીને સલાહ આપતા રહેશે.આમ સી.ડી.એસ ત્રણેય સેનાઓ સંબંધિત મુદ્દાઓ પર સરકાર અને સૈન્ય બળ વચ્ચે સંપર્ક સેતુની જેમ કામ કરશે. આ પદ પર જે પણ અધિકારીની નિમણૂક કરવામાં આવશે તેમની જવાબદારી સેનાના ત્રણેય અંગો વચ્ચે કામકાજમાં સમન્વય જાળવવા અને નાણાકીય મામલે સલાહ આપવાની રહેશે. સી.ડી.એસના નેતૃત્વમાં ત્રણેય સેનાઓના સંશાધનોના મહત્તમ ઉપયોગ માટે સૈન્ય કમાન્ડ પુન:ગઠિત કરવામાં આવશે. તે માટે તેઓ કોઈપણ અભિયાનમાં સેનાના જુદાજુદા અંગોને સામેલ કરવા અને સંયુક્ત ઓપરેશન કરવાનો નિર્ણય પણ કરી શકે છે.સી.ડી.એસ પછી કોઈ સરકારી પદ નહીં.સી.ડીએસ બનનાર વ્યક્તિનો કાર્યકાળ પૂરો થયા પછી નવા સી.ડી.એસની નિમણૂક ન થાય ત્યાં સુધી અન્ય કોઈ સરકારી અધિકારીને જવાબદારી આપવામાં આવશે નહીં.આમ પદ છોડ્યાના 5 વર્ષના સમયગાળામાં સી.ડી.એસ સરકારની મંજૂરી વગર કોઈ ખાનગી ઉદ્યોગ પણ કરી શકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સી.ડી.એસ પદની જાહેરાત કરી હતી. જેમાં પદ અને જવાબદારી સુરક્ષા મામલે કેબિનેટ કમિટીમાં સી.ડી.એસ સૈન્ય બળ તરફથી સલાહ આપવાનું કામ કરશે. જોકે સેનાઓના ઓપરેશનની જવાબદારી ત્રણ સેનાના પ્રમુખો પાસે જ રહેશે. તેમનું પદ ત્રણ સેનાના પ્રમુખો કરતા ઉપર અને કેબિનેટ સચીવ કરતા નીચે રહી શકે છે. આમ ટેક્નીકલી સરકારના પ્રોટોકોલમાં સી.ડી.એસનું પદ 11-એ પર આવે છે. જ્યારે સેનાપ્રમુખ અને રક્ષાસચિવનો પદ ક્રમાંક 13 આવે છે. સી.ડી.એસનું પદ તેનાથી ઉપર હોવાથી તેઓ સીધા પી.એમ.ઓને રિપોર્ટ કરી શકશે..

Download Our B K News Today App



Related News