ગૌતમ ગંભીરની વિરૂદ્ધ અંતે એફઆઈઆર દાખલ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 12:28:05
  • Views : 510
  • Modified Date : 2019-04-28 12:28:05

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરની મુશ્કેલી હાલના દિવસોમાં સતત વધી રહી છે. હાલમાં બે આઈડી કાર્ડ રાખવાના રાખવામાં તેમને લઈને વિવાદ અકબંધ રહ્યો છે ત્યારે ગંભીર ઉપર હવે વધુ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. આ
એફઆઈઆર મંજૂરી લીધા વગર રેલી યોજવા સાથે સંબંધિત છે. ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીની ટિકીટ ઉપર ઈસ્ટ દિલ્હીમાંથી ચુંટણી મેદાનમાં છે. ગૌતમ ગંભીરની સામે આમ આદમી પાર્ટીના આતીસી અને કોંગ્રેસના અરવિન્દરસિંહ મેદાનમાં છે. ચુંટણી પંચે ઈસ્ટ દિલ્હીના રિટ‹નગ ઓફિસરને ગૌતમ ગંભીરની સામે
એફઆઈઆર દાખલ કરવા માટે આદેશ કર્યો છે. એવી ફરિયાદ મળી હતી કે ગંભીરે મંજૂરી લીધા વિના રેલી યોજી હતી. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ગૌતમ ગંભીર પાસે બે વોટર આઈડી પણ છે. બે વોટર આઈડીનો વિવાદ અકબંધ રહ્યો છે.

Download Our B K News Today App



Related News