ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 12:58:12
  • Views : 99
  • Modified Date : 2023-12-25 12:58:12

ક્રિકેટમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી T20 વર્લ્ડ કપ અને IPL પહેલા આ અપડેટ સામે આવતા તમામ ક્રિકેટ પ્રેમીઓ ખુશ છે. ટીમ ઈન્ડિયા હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ટી-20 મેચની સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ કપ T20 સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા છે.ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાની ઈજાને લઈને મોટા સમાચાર આવી રહ્યા હતા. હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો થઈ ગયો છે અને અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પાછો ફરી રહ્યો છે. માનવામાં આવે છે કે હાર્દિક પણ આ વર્ષની IPLમાં રમવા માટે ફિટ છે. હાર્દિક પંડ્યા આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.IPL પહેલા ટ્રેડ વિન્ડોમાં હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. ગુજરાતના કેપ્ટનની વિદાય બાદ જ તે મુંબઈનો કેપ્ટન બનવાનો છે તે નક્કી થઈ ગયું હતું. થોડાં દિવસો પછી મુંબઈએ ઓફિશિયલી રીતે તેની કેપ્ટનશીપની જાહેરાત કરી હતી. એ વાત સાચી છે કે હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ રોહિતને કેપ્ટન પદેથી હટાવી દેવાતા ચાહકોએ રોષ વ્યક્ત કર્યો હતો.આ દરમિયાન હાર્દિક પંડ્યા ફિટ હોવાનો ખુલાસો થયા પછી તે લગભગ નિશ્ચિત છે કે તે અફઘાનિસ્તાન સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી T20 સિરીઝ માટે સુકાની બનશે. હાર્દિક પહેલા સૂર્યકુમારને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. હવે જ્યારે સૂર્યા પણ ઈજાગ્રસ્ત થયો છે ત્યારે લાગે છે કે હાર્દિક નવા વર્ષમાં જોરદાર પાછો ફરશે.

Download Our B K News Today App



Related News