SidNaazના ફેન્સ માટે ખુશખબર! સિદ્ધાર્થ-શહનાઝની ખાસ યાદો પર જલ્દી આવી રહ્યો છે આ શો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 18:46:52
  • Views : 355
  • Modified Date : 2022-10-21 18:46:52

    અભિનેતા સિદ્ધાર્થે શુક્લા અત્યારે ભલે આપણી વચ્ચે નથી, પણ તેમની યાદો હજુ પણ તેમના ફેન્સ અને સંબંધીઓ વચ્ચે જીવિત છે. અભિનેતાના નિધન બાદ સોશિયલ મીડિયા પર અવારનવાર તેના જૂના વીડિયો છવાયેલા રહે છે. ખાસ કરીને શહનાઝ ગીલ સાથેની તેમની બોન્ડિંગ હજુ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહે છે. બિગબોસ 13માં પહેલીવાર સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ એકબીજાને મળ્યા હતાં. બંને ખૂબ જ સારા મિત્રો બન્યા, બિગબોસ 13માં સનાએ સિદ્ધાર્થ પ્રત્યે પ્રેમ પણ દર્શાવ્યો હતો. જોકે સિદ્ધાર્થે આ મુદ્દા પર શોમાં કે શોથી બહાર આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહતી. શોમાં તેમની શાનદાર બોન્ડિંગને ફેન્સ દ્વારા 'SidNaaz' નામનું હેશટેગ પણ આપવામાં આવ્યુ હતું.

સિદ્ધાર્થ શુક્લાની મૃત્યુ બાદ ફેન્સ આજે પણ તેને યાદ કરે છે. સિદ્ધાર્થના નિધનનું લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ દરમિયાન સિદ્ધાર્થના ફેન્સ માટે એક ખુશખબર સામે આવી રહી છે. આ એક એવી ખબર છે જેને સાંભળીને SidNaazના ફેન્સ ખુશીની સાથે કદાચ ભાવુક પણ થઈ શકે છે, કારણ કે આ ખબર જ કંઈક એવી છે. TellyChakkarના રિપોર્ટ અનુસાર, જલ્દી સિદ્ધાર્થ અને શહનાઝની યાદો પર એક શો આવી રહ્યો છે, જેનું નામ હશે 'સિલસિલા સિડનાઝ કા'. એન્ટરટેનમેન્ટ પોર્ટલે દાવો કર્યો છે કે, આ શોમાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની ખાસ યાદો હશે અને આ શો કલર્સ રિશ્તે પર સ્ટ્રીમ થશે. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ, આ વર્ષે ઓગસ્ટમાં શહનાઝ ગીલ, સિદ્ધાર્થ શુક્લાના નિધન અને તેના દુઃખ સામે તેણે જે પણ વસ્તુનો સામનો કર્યો તેના વિશે વાત કરશે. શહનાઝે આ મુદ્દે વાત કરતા કહ્યુ- 'દુનિયાની સામે રડશો તો લોકો કહેશે કે તમે સિંપેથી માટે આ બધું કરી રહ્યા છો'. જોકે, હું ક્યારેય મારી લાગણીને છુપાવવાનો પ્રયત્ન નથી કરતી. મે આને જાતે જ હેન્ડલ કર્યુ છે અને હું આનાથી ઠીક છું.'

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138