સોના- ચાંદીમાં આગેકૂચ: કરન્સીમાં બંધ બજારે ડોલરના ભાવ ગબડી રૂ.71ની અંદર ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:24:46
  • Views : 412
  • Modified Date : 2019-10-22 17:24:46

મુંબઈ ઝવેરીબજારમાં આજે  બુલીયન બજાર રાજ્યમાં ચુંટણીના પગલે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે કિંમતી ધાતુઓના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ  કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ ગબડી રૂ.૭૧ની અંદર ઉતરી ગયાના નિર્દેશો મળ્યા હતા. ડોલરના ભાવ રૂ.૭૧.૦૯થી ૭૧.૧૦ વાળા આજે નીચામાં રૂ.૭૦.૭૫ સુધી બોલાયા પછી સાંજે ભાવ રૂ.૭૦.૮૬થી ૭૦.૮૭ બોલાઈ રહ્યા હતા.

 વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ ઘટી ત્રણ મહિનાના તળીયે બોલાઈ રહ્યાના સમાચાર હતા. દરમિયાન,  વિશ્વબજારમાં સોનામાં ફંડવાળા સક્રિય બાયર રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ વધી ઔંશના ઉંચામાં ૧૪૯૪ થઈ સાંજે ભાવ ૧૪૯૧ ડોલર રહ્યા હતા. સોના પાછળ ચાંદીના ભાવ વિશ્વબજારમાં આજે વધી ઔંશના ઉંચામાં ૧૭.૮૨ ડોલર થઈ સાંજે ૧૭.૭૭થી ૧૭.૭૮ ડોલર રહ્યા હતા.પ્લેટીનમના ભાવ વધી ૮૯૪.૧૦ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ઔંશના ૧૭૭૨.૫૦થી ૧૭૭૨.૬૦ ડોલર વિશ્વબજારમાં આજે સાંજે બોલાઈ રહ્યા હતા. બ્રિટન તથા યુરોપ વચ્ચે બ્રેકઝીટના પ્રશ્ને બ્રિટનમાં ફરીથી વિવાદ ઉભો થતાં આના પગલે વિશ્વબજારમાં બ્રિટીશ પાઉન્ડ આજે નરમ બોલાઈ રહ્યો હતો.દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૮૨૫૦ વાળા રૂ.૩૮૩૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૩૮૪૦૦ વાળા રૂ.૩૮૪૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૫૩૦૦થી ૪૫૩૫૦ વાળા વધી રૂ.૪૫૬૦૦થી ૪૫૬૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે કેશમાં ભાવ આ ભાવથી રૂ.૭૦૦થી ૮૦૦ ઉંચા રહ્યા હતા.સામે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મોડી સાંજે વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ૧૪૯૩.૧૦થી ૧૪૯૩.૨૦ ડોલર રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ વધી ૧૭.૮૩થી ૧૭.૮૪ ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે સાંજે ૦.૫૫થી ૦.૬૦ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ નરમ રહ્યા હતા. બ્રેન્ટક્રુડના ભાવ બેરલદીઠ ૫૯.૪૦થી ૫૯.૪૫ ડોલરવાળા આજે સાંજે ૫૯ની અંદર ઉતરી ૫૮.૯૫થી ૫૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ જે ૫૪ ડોલરની ઉપર ગયા હતા તે આજે સાંજે ૫૩.૫૦થી ૫૩.૫૫ ડોલર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News