ગીતાંજલી રાવની કિડ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ, ડ્રગ્સ અને સાઈબર બુલીંગ વિરુદ્ધ કામ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 15:49:30
  • Views : 473
  • Modified Date : 2020-12-04 15:49:30

    મૂળ ભારતની અમેરિકન ગીતાંજલિ રાવની ટાઈમ મેગેઝિને કિડ ઓફ યર તરીકે પસંદગી કરી છે. ગીતાંજલિ અંદાજે 15 વર્ષની છે, તેને સાયન્સ સાથે જોડાયેલી સફળતા હાંસિલ કરી છે. ટાઈમ મેગેઝિને ગીતાંજલિને સાઈન્ટિસ્ટ અને ઈન્વેન્ટર ગણાવી છે. મેગેઝિને પહેલી વખત આ કેટેગરીમાં કોઈની પસંદગી કરી છે.ટાઈમના જણાવ્યા પ્રમાણે, ગીતાંજલિએ પીવાના પાણીમાં પ્રદુષણને અટકાવવા, અફીણની લત છોડાવવા અને સાઈબર બુલીંગને અટકાવવા માટે અદભૂત કામગીરી કરી છે. એટલા માટે મેગેઝિને તેમના કવર પેજ પર તેમને સ્થાન આપ્યું છે. તેમણે આ સમસ્યાઓને દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની મદદથી એપ અને ક્રોમ એક્સટેન્શન તૈયાર કર્યા.મેગેઝિનને પહેલા કિડ ઓફ ધ યર માટે 5 હજારથી વધુ નોમિનેશન મળ્યા હતા. જેમાંથી માત્ર ગીતાંજલિની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા ટાઈમ સ્પેશ્યલ માટે તેમનો ઈન્ટરવ્યૂ એક્ટર અને એક્ટિવિસ્ટ એન્જેલિના જોલીએ લીધો હતો.

    ગીતાંજલીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આપણી જનરેશન ઘણી એવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, જે પહેલા ક્યારેય જોવા મળી નથી. જૂની સમસ્યાઓ પણ યથાવત છે. એક બાજુ આપણે મહામારીનો સામનો કરી રહ્યાં છીએ તો બીજી બાજુ માનવાધિકાર સાથે જોડાયેલી સમસ્યાઓ પણ છે. ક્લાઈમેટ ચેન્જ અને સાઈબર બુલીંગ જેવી સમસ્યાઓ આપણે પેદા નથી કરી. જો કે, આપણે ટેકનોલોજી દ્વારા તેનો નિવેડો લાવવો પડશે.ગીતાંજલિ ટાઈમ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર સૌથી ઓછી ઉંમરની છોકરી છે. ગત વર્ષે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને 16 વર્ષની ઉંમરમાં મેગેઝિને પર્સન ઓફ ધ યરની પસંદગી કરી હતી. મેગેઝિને 1927થી દર વર્ષે ખાસ ઉપલબ્ધિ હાંસિલ કરનારા લોકોને મેન ઓફ યર પસંદ કરે છે. દર વર્ષે તે પોતાની કેટેગરી અપડેટ કરે છે.




Download Our B K News Today App



Related News