'મુખ્યમંત્રીનો દીકરો છે તો બગડેલો હશે', આવું વિચારીને રિતેશને પહેલી મુલાકાતમાં જેનેલિયા ઇગ્નોર કરી રહી હતી, પછી એવા તે વિચાર બદલ્યા અને થઇ ગયા લગ્ન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 15:06:58
  • Views : 525
  • Modified Date : 2020-12-17 15:06:58

    બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ આજે તેનો જન્મદિવસ મનાવી રહ્યો છે. રિતેશનો જન્મ 17 ડિસેમ્બરે, 1978માં થયો હતો. રિતેશે 'તુજે મેરી કસમ'થી 2003માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી. જોકે તેની પહેલી ફિલ્મ બોક્સઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહીં પણ આ ફિલ્મનો તેની જિંદગી પર ઘણો પ્રભાવ છે.વાત એવી છે કે, આ ફિલ્મના સેટ પર જ તેને તેના જીવનનો પ્રેમ મળ્યો. ફિલ્મની હિરોઈન જેનેલિયા તેની પત્ની બની. બંનેએ 2012માં લગ્ન કરી લીધા હતા અને હવે બે બાળકોના પેરેન્ટ્સ છે. એક નજર કરીએ રિતેશ- જેનેલિયાની ક્યૂટ લવ સ્ટોરી પર...રિતેશ- જેનેલિયાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરી જણાવી હતી. રિતેશે કહ્યું હતું, હું તુજે મેરી કસમના ટેસ્ટ શૂટ માટે હૈદરાબાદ ગયો હતો. મને કહેવામાં આવ્યું કે તે છોકરી પણ ત્યાં હશે જેની સાથે તારે કામ કરવાનું છે. જ્યારે હું એરપોર્ટની બહાર આવ્યો તો જેનેલિયાની માતા સાથે મુલાકાત થઇ. પછી મારી નજર એક લાંબી છોકરી પર પડી જે બીજી બાજુ જોઈને મને ઇગ્નોર કરી રહી હતી. મેં વિચાર્યું, આ આવું કેમ કરી રહી છે.

    જેનેલિયાએ આગળની સ્ટોરી જણાવી કે, મને બે દિવસ પહેલાં જ ખબર પડી કે રિતેશ મુખ્યમંત્રીનો દીકરો છે તો મને લાગ્યું કે આ બગડેલા મિજાજનો હશે, જેવા મોટાભાગના નેતાઓના દીકરા હોય છે, તો મેં વિચાર્યું કે તે મને એટિટ્યૂડ બતાવે તે પહેલાં કેમ ન હું જ તેને એટિટ્યૂડ દેખાડી દઉં. પણ મેં જ્યારે રિતેશ સાથે વાત કરી તો મને સમજાયું કે તે સારો માણસ છે.રિતેશે કહ્યું, અમે અજાણ્યા લોકોની જેમ એકબીજા સાથે કામ કરવાનું શરૂ કર્યું. પછી એકબીજાને સમજવાની ટ્રાય કરવા લાગ્યા. સેટ્સ બહાર અમે મિત્ર બની ગયા. જ્યારે હૈદરાબાદ શેડ્યુઅલ પૂરું થયું તો હું જેનેલિયાને મિસ કરવા લાગ્યો. ઘણીવાર કોલ કરવાનું મન થયું પણ વિચાર્યું કે ખબર નહીં આવું કરવું ઠીક રહેશે કે નહીં. જેનેલિયા સાથે પ્રેમ થયો હોવાનું રાતોરાત ફીલ ન થયું. અમે ધીરે- ધીરે એકબીજા પ્રત્યે પોતાની લાગણી સમજવા લાગ્યા. દિવસ, મહિના અને વર્ષ વિતવા લાગ્યા અને પછી અમે 2012માં લગ્ન કરીને અમારા સંબંધને અંજામ સુધી પહોંચાડી દીધો.

    રિતેશે આ ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે જેનેલિયા અને તેના ઘણા ઓછા ઝઘડા થાય છે. બંને વચ્ચે મતભેદ થાય છે પણ બંને એકબીજા પર ક્યારેય રાડો પાડતા નથી. જો બંને વચ્ચે ડિફરન્સ હોય છે તો રિતેશ પહેલી પહેલ કરીને જેનેલિયાને મનાવી લે છે.




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140